________________
અરિહંત વંદના
:
-
R
રચિયતા - પૂજ્ય આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા.
(સં. ૧૯૯૫).
પૂજે છે સુરનાથ રાજવિજનો, જેને વળી શ્રીધણી, જેની દિવ્ય ચમત્કૃતિ પ્રસરતી, રૈલોક્યમાં નામની; જે છે ભક્ત મનોભિલાષ વિષયે પ્રત્યક્ષ ચિત્તામણી, એવા કેશરિયા જિનેશ ચરણે, હો વન્દનાઓ ઘણી. ૧
સ્વામીજી સુણજો સખા મમ બની, મારી વિનંતિ તમે, મારું તો મનડું રસાદિ વિષયે લોભી બની ત્યાં ભમે; હંમેશાં વનિતા વિલાસ વિકથા, રંગો મને તો ગમે, દેખાડો પથને પ્રભો...! ભટકવું, જેથી હવેથી શમે. ૨
ક્રોધી છું મદમસ્ત લોભવશ છું, કામાન્ય પૂરો ખરો, અન્યાયી કપટી કલયુક્ત છું, માયી ઘણો આકરો; દાની છું ન સુશીલતા તપ ધરો, જ્ઞાનીક્રિયાવાનું નહીં, કેવી રીતે વડે તરીશ જિનજી!, સંસારને હું અહીં. ૩