________________
અભિપ્રાય
સગત પૂ. આ. કે. ના લખેલ લલિતવિસ્તરા વૃત્તિનું વિવેચન મલ્યું. જોતાં જ આનંદ થયો. તેઓના જીવનમાં જ્ઞાનોપાસનાનું લક્ષ્ય કેટલું સુંદર હતું તે તેમના પ્રકાશિત થયેલા ગ્રંથો જોઈને સમજાય છે. અમે તો એઓશ્રી ના પરિચયથી બહુ દૂર જ રહ્યા છીએ પણ પુસ્તકો વગેરે તેમની અખડું જ્ઞાનદર્શનચારિત્રની આરાધના જોઈ-જાણી ખૂબ અહોભાવ પ્રગટે છે. એક ગુણરત્ન હતા બહારની પ્રસિદ્ધીની કોઈ અપેક્ષા વિના જ માત્ર સ્વ-પર આત્મકલ્યાણમાં રક્ત રહેનાર તેઓશ્રીના ચરણમાં અમારી કોટીશ વંદના
પૂ. ભદ્રકરસૂરિ-બાપજી મ.ના
લલિતવિસ્તરાગા ચૈત્યસ્તવવૃત્તિ
(ભદ્રંકર ટીકા) હરિભદ્રસૂરિજીમ.એ રચેલ લલિતવિસ્તરા.જેમાં ચૈત્યવંદન સૂત્રોનું વર્ણન આવે છે. જેને વિશદ રીતે સંસ્કૃતજ્ઞો સરળ રીતે સમજી શકે તે માટે કર્ણાટકકેસરી આચાર્ય ભગવંતશ્રી ભદ્રકરસૂરિજીમ. એ ભદ્રકરી ટીકા લખી પદાર્થોને વધુ સ્કુટ કરવાના પ્રયત્ન કર્યો છે. વૃદ્ધાવસ્થાએ પણ સંસ્કૃત સાહિત્યનું છેલ્લા શ્વાસ સુધી સર્જન કરતા પૂજ્યશ્રીના ચરણે માથું ઝૂક્યા વિના રહેતું નથી
| (શાંતિ સૌરભ-માસિક)