________________
સોલકું] સ્થાનાંગસૂત્ર
૨૨૫ મન તે બધે હતું તેથી હિસાબ નહિ.
રૂપ, ચક્ષુને અંગે સંબંધી. રૂપ એ ચક્ષુને જ વિષય. ચક્ષુ ગ્રહણ કરે તે રૂપને. જે અસાધારણ કારણ હોય તેને અંગે વ્યપદેશ થાય. પાંચ ઇંદ્રિયના તેવીસ વિષયો અસાધારણ કારણપણને અંગે સમજવા. સાધારણ અને અસાધારણુ કારણ
પ્રમત્તયોગ એ ચારેમાં રહેલું છે, માટે સાધારણ કારણ. પ્રમત્તગ સાધારણ કારણ હેવાથી તેનાથી વ્યપદેશ કર્યો નહિ. પ્રાણનું વ્યપરોપણ એ અસાધારણ કારણ છે. પહેલા મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું કહ્યું. અસાધારણથી વ્યપદેશ થાય. મહાવ્રત તરીકેને વ્યપદેશ અસાધારણ કારણને કરે તેથી તે વ્યપદેશ કર્યો.
શંકા-કર્મબંધ રોકવા માટે પ્રાણાતિપાત વિરમણ કરે છે કે અન્ય કોઈ કારણે? કર્મબંધનું અસાધારણ કારણ તે પ્રમરયોગ છે. પ્રમત્તયોગ કયાંથી થાય છે, પ્રમત્તયોગ (મધ, વિષય કષાય, નિદ્રા અને વિકથાના વ્યાપાર) વડે કરીને પ્રાણુને નાશ કરે તે હિંસા કમાયોજાત બાળકagi હિંસા તે વગેરે આગળ વિચારાશે.