________________
ઉપઘાત નિમ્નલિખિત પદ્ય આપ્યું છે –
"रक्तजाः कृमय : सूक्ष्मा मृदुमध्याधिशक्तयः । जन्मपर्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम् ॥ ८०॥"
અર્થાત્ લેહીમાંથી ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ (અપ્રત્યક્ષ) તેમજ મન, મધ્યમ અને અધિક શક્તિવાળાં કરમિયાં નિઓને વિષે એ પ્રકારની શક્તિ અનુસાર ખજવાળ ઉત્પન્ન કરે છે.
મણિનાગ યક્ષ (નાગ)નું ઉદાહરણ–પૃ. ૯૭માં આ યક્ષને ઉલ્લેખ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેસાવસ્મયભાસમાં આઠ નિહનોનો અધિકાર વિસ્તારથી આપે છે. તેમાં પાંચમાં નિહનવ ગંગને અંગે એમણે કહ્યું છે કે એમને એમના ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે એઓ ન જ સમજ્યા ત્યારે એમને (સંઘ) બહાર કર્યા. પછી એ ગંગ (વિહાર કરતા કરતા ) રાજગૃહે ગયા અને ત્યાં એક સમયે બે ક્રિયા(ના ઉપગ)ની પ્રરૂપણું કરવા મંડ્યા. એ વેળા ત્યાં રહેલા મણિનાગે એમને ભય અને યુક્તિથી કહ્યું એટલે તેઓ પ્રતિબોધ પામ્યા. (જુઓ ગાથા ૨૪૫૦). આની ટીકામાં “માલધારી” હેમચન્દ્રસૂરિએ કહ્યું છે કે મણિનાગે ભય બતાવીને કહ્યું કે ગંગ! તમે બેટી પ્રરૂપણ કેમ કરે છે? મેં આ જ સ્થળે મહાવીરસ્વામીને પૂર્વે એમ કહેતા સાંભળ્યા છે કે એક જ સમયમાં એક જ ઉપગ હેઈ શકે. આવયચણિ (ભા. ૧, પત્ર ૪૨૪)માં મણિનાગ નામના નાગની વાત છે. ગંગને પર્ષદામાં વિપરીત પ્રરૂપણ કરતા સાંભળી એ બોલી ઊઠ્યો કે તું ખેટી પ્રરૂપણા ન કર. મહાવીરસ્વામીને
૧ આની પહેલાના પધમાં અબ્રહ્મનાં સેવનથી સૂક્ષ્મ જીવે હણાય છે એ વાત રજૂ કરાઈ છે. હરિભદ્રસૂરિએ પણ લીસમાં અટકના સાતમા પધમાં આ હકીકત જણાવી છે.