________________
૧૬
ઉપાશ્ર્ચાત
અને છેલ્લા તીર્થંકરાએ પાંચ મહાવ્રત કહ્યાં છે, જ્યારે બાકીના બાવીસ તીકરાએ ચાર જ કહ્યાં છે. આ સમધમા પૃ. ૮૩ માં એ વાત દીવા જેવી સ્પષ્ટ સમજાવાય છે કે કાઇ તીર્થંકરે મહુાવ્રતની સખ્યા ચારની કહી નથી. જેમણે ‘ચાર’ના ઉલ્લે ખ કર્યા છે તેમણે ‘મહાવ્રત'ને બદલે યામ’ શબ્દ વાપર્યો છે. વિશેષમાં ‘બહિદ્ધાદાન'માં મહિંદ્રાથી ‘અબ્રહ્મ' અને આદાનથી ‘પરિગ્રહ’ સમજવાના છે એટલે ચાર ચામ કહે કે પાંચ મહાતે કહે। તેમાં અદ્રષ્ટિએ કશે ફેર પડતા નથી.
અહીં હું એક વિલક્ષણ બાબતના નિર્દેશ કરૂ છું. આયાર ( સુય. ૧, અ. ૮, ઉ. ૧; સુ. ૧૯૭)માં તે ત્રણ યામના ઉલ્લેખ છે. પ્રસ્તુત પુક્તિ નીચે મુજબ છેઃ जामा तिनि उदाहिया
5
આ સંબધમાં આની ટીકામાં શીત્રાંકસૂરિએ કહ્યું છે કે અદત્તાદાન અને અબ્રહ્મને પરિગ્રહમાં અન્તર્ભાવ થતા હેાવાથી ‘ત્રણ ચામ’ ગણાવાયા છે. અહીં ‘યામ’ શબ્દ ‘મહાવ્રત’ના અમાં વપરાયા છે. આમ પાંચ મહાવ્રતાને બદલે ત્રણ ગણાવાયાં છે.
ચાર યામ-સૂયગડના છેલ્લા અલ્ઝયણમાં ચાતુર્યામરૂપ ધર્મના ઉલ્લેખ છે. વિયાહપણુત્તિ (સ. ૯, ૩. ૩૨)માં પા નાથના સ ંતાનીય ગાંગેયે ચાતુર્યામ ધર્મને છેડીને મહાવીર સ્વામીને પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યાની વાત છે. નાપાધમ્મકહા (સુર્ય. ૧, અ. ૧૯, પત્ર. ૨૧૮ )માં પુંડરીકે ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યાની વાત છે. ઉત્તર૦ (અ. ૨૩)માં કેશીના ચાતુર્યામરૂપ ધર્મના નિર્દેશ છે. આમ પાર્શ્વનાથના અનુયાયીઓના સંબધમાં ચાતુર્યામની હકીકત જોવાય છે, જ્યારે મહાવીરસ્વામીના શિષ્યાદિના અંગે પાંચ મહાવ્રતના ઉલ્લેખ જોવાય છે. નાયા