SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ L અહિંસા એટલેઇવેષણાનું મૃત્યુ જીવીશ, એમાં જીવવાની એષણા માટેનો જ આગ્રહ છે. મને આવું મકાન, આવું પદકે આટલું ધન મળશે તો જ જીવીશ. એન મળે તો નહીં જવું. આકાંક્ષા જીવવાની છે પરંતુ એની શરતો છે. એ શરતો પૂરી ન થાયતો મરવાની પણતૈયારી છે. એનો અર્થ એ છે કે ઊંડેઊડે જીવવાની જ આકાંક્ષા છે. એટલે આ જગતમાં મહાવીર જ એવા ચિંતક છે કે જેમણે કહ્યું કે ‘તમારી જીવેષણા જરા પણ બચી ના હોય તો, હું તમને મરવાની પણ રજા આપું છું.' આ પૃથ્વી પર મહાવીર જ એવા ધર્મચિંતક થયા, જેમણે જે જીવવાની આકાંક્ષા બિલકુલ બચી ના હોય તો મરવાની પણ રજા આપીશ એમ કહ્યું. જેને આકાંક્ષા નહી હોય, તેને મરવાની ઈચ્છા તો હશે જ. મરવાની ઇચ્છા પાછળ પણ ફરી બીજા નવા જીવનની આકાંક્ષા જ હોય છે. બહારનાં લક્ષણોથી બીમારી કઈ છે તે નક્કી કરવાનું સહેલું નથી. સો વર્ષ પહેલાં એલોપથીના ચિકિત્સાશાસ્ત્રમાં એક રોગનું નામ હતું ડ્રોપ્સી’ હવે નવાએલોપથીનાં પુસ્તકોમાં આ નામદેખાતું નથી. જે લક્ષણો માટે ડ્રોપ્સી’ શબ્દ વપરાતો હતો, તે લક્ષણો આજે પણ હયાત છે, પરંતુ હવે અંગોમાં પાણી ભરાઈ જવું, એ અલગ અલગ બીમારીને કારણે છે એ સમજાયું છે. પગમાં, હાથમાં, પેટમાં પ્રવાહી એકઠું થઈને સ્થગિત થઈ જાય, તે માટે પહેલાં ‘ડ્રોપ્સી’ શબ્દ વપરાતો હતો. પરંતુ પાણી ભરાઈ જવું એ એક લક્ષણ છે, રોગનાં નામ અલગ અલગ હોઈ શકે છે. હૃદયની બીમારીના કારણે અને કીડનીની બીમારીના કારણે પણ પાણી એકઠું થઈ જાય છે. એટલે હવે ‘ડ્રોસી” શબ્દ રોગ તરીકે વપરાતો નથી, લક્ષણ માટે વપરાય છે. લક્ષણ એક જ પ્રકારનું હોય, પરંતુ રોગ એક જન હોય. એમ પણ બને કે રોગ બે હોય અને લક્ષણ એક જ હોય. માટે લક્ષણો પરથી બીમારી વિશે ચોક્કસ નિર્ણય લઈ શકાતો નથી. મહાવીરે સંથારો કરવાની અનુમતિ આપી. મહાવીરે કહ્યું કે જેની જીવવાની આકાંક્ષાશૂન્ય થઈ ગઈ હોય, તે મૃત્યુમાં પ્રવેશ કરી શકે છે. એવા સમયે માનવી પાણી અને ભોજન બંને લેવાનું છોડી દે. પરંતુ ભોજન અને પાણી છોડયા પછી પણ, માનવી૯૦ દિવસ સુધી ઓછામાં ઓછું જીવી શકે છે, જે સાધારણ રીતે એ સ્વસ્થ હોય તો. જે વ્યક્તિની જીવવાની આકાંક્ષા બિલકુલ ચાલી ગઈ હોય, તે સાધારણ રીતે સ્વસ્થ ચિત્ત અને સ્વસ્થ શરીરવાળો હોવો જોઈએ, કારણકે આપણી બધી બીમારીઓ જીવવાની આકાંક્ષાથી જ પેદા થાય છે. એટલે૦ દિવસ સુધી એવી વ્યક્તિ મરી શકતી નથી. પાણી અને ભોજનનો ત્યાગ કરે અને સ્વસ્થ ચિત્તે રાહ જુએ. જેટલી આત્મહત્યાઓ થાય છે તે બધીક્ષણિક આવેશમાં થાય છે. આવેશની એવી ક્ષણ કોઇ કારણે ચાલી જાય તો પછી આત્મહત્યા થઈ શકતી નથી. એક ક્ષણનો આવેશહોય છે. એ ક્ષણમાં માનવી એટલો પાગલ થઈ જાય છે કે નદીમાં કૂદી પડે છે, શરીરે આગ ચાંપી દે છે. આગ ચાંપ્યા પછી શરીર બળતું હોય ત્યારે કદાચ એ પસ્તાતો પણ હોય છે. પરંતુ ત્યારે વાત એના હાથમાં રહી હોતી નથી માણસઝેર પી લે છે. જ્યારે ઝેર શરીરમાં ફેલાઈ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy