________________
અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ
પાગલપણામાંથી હિંસાનાં અનેક રૂપ જન્મે છે. મરવાની છેલ્લી ઘડી સુધી માનવી જીવનને જોરથી પકડી રાખે છે. પૂછતો નથી કે શા માટે જીવવું ? જીવવાથી શું મળશે ?
૮૬
મુલ્લા નસરૂદ્દીનને ફાંસીની સજા થઇ હતી. ફાંસીના માંચડા પાસે એને લઇ જવાયો. ત્યાં એક સીડી હતી જેના પર ચઢીને માંચડા સુધી પહોંચવાનું હતું-નસરૂદીને સાથે આવેલા સિપાઇને કહ્યું કે ‘હું આ સીડી ઉપર નહી ચડું.” સિપાઇને ઘણું આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કેમ નથી ચડવુ? નસરૂદ્દીને કહ્યું કે મને લાગે છે કે આ સીડી ઘણી કમજોર છે. એ મારો ભાર સહન કરી શકે તેવી નથી. ચઢતાં ચઢતાં પડી જાઊં, તો મારા હાથ-પગ તૂટી જાય ! ફાંસીના માચડે ચડવાનું છે ! એને સીડી કમજોર લાગે છે !
પેલા સિપાઇએ કહ્યું, ‘નસરૂદીન પાગલ થઇ ગયો છે કે શું ?’ જેને ફાંસી પર લટકી જવાનું છે થોડી ક્ષણોમાં, એણે શરીરની આટલી દરકાર કરવાનું શું કારણ છે?
નસરૂદ્દીને કહ્યુ ‘આવતી ક્ષણોનો શું ભરોસો ! કાંઇ પણ બની જાય અને કદાચ ફાંસીમાંથી બચી જવાય ! તો લંગડા થઇને મારે જીવવું નથી. એક વાત નક્કી છે કે જ્યાં સુધી હું મરી ન જાઉં ત્યાં સુધી જીવવાની પૂરી કોશિશ કરીશ. આવી કમજોર સીડી નહી જોઇએ !’
નવી સીડી લાવવામાં આવી. પછી નસરૂદીન માંચડા પર ચઢયો. ખૂબ સંભાળીને ચઢ્યો. એના ગળામાં ફાંસીનું દોરડું ભેરવાયું, ત્યારે મેજિસ્ટ્રેટ એને પૂછ્યું, ‘નસરૂદીન તારી કોઈ આખરી ઇચ્છા છે ? તારે કાંઇ કહેવું છે ?’
નસરૂદ્દીને કહ્યું કે ‘હા મારે એક વાત ખાસ કહેવી છે. મારે માટે ફાંસી જીવનનો પાઠ સિદ્ધ થશે.’ મેજિસ્ટ્રેટ સમજ્યો નહીં. એણે કહ્યું ‘કે આટલો મોડો આ પાઠ શીખવાનો શો ફાયદો ?’
નસરૂદ્દીને કહ્યું, ‘જો બીજું જીવન મળશે તો,જે કારણસર મને ફાંસીની સજા થઇ છે, તેવું કામ ફરીથી સંભાળીને કરીશ. મારે માટે આ એક અગત્યનો પાઠ શીખવાનો છે.’
ગળામાં ફાંસી લાગી ગઇ હોય ત્યારે પણ માનવી બીજા જીવન વિશે વિચાર કરતો હોય છે. બીજું જીવન મળે ત્યારે આવી રીતે ભૂલચૂકમાં પકડાઇ ન જવાય એની કાળજી રાખવાની છે.
આવું આપણું મન છે. કોઇ પણ કિંમતે જીવવું છે, મહાવીર તો પૂછે છે, ‘જીવવું શા માટે છે ? ’ બહુ મોટો ગહન પ્રશ્ન છે. જે લોકોએ પૂછ્યું છે કે ‘આ જગત કેમ સર્જાયું ? આ સૃષ્ટીની રચના કોણે કરી ? મોક્ષ શું છે ?’ એમના સવાલ કાંઇ ખાસ ઊંડા નથી, બહુ ઉપર ઉપરના છે. મહાવીર તો પૂછે છે ‘જીવવું છે શા માટે ? શા માટે છે આ જીવેષણા.’ આ પ્રશ્નોમાંથી મહાવીરનાં સમગ્ર ચિંતન અને સમગ્ર સાધનાનો જન્મ થયો છે.