SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ धम्मो मंगलमुक्किठें, अहिंसा संजमो तवो. અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ મંગળ છે. ધર્મ મંગળ છે, ક્યો ધર્મ? અહિંસા, સંયમ અનેતપરૂપ ધર્મ મંગળ છે. અહિંસાધર્મનો આત્મા છે. ગઈ કાલે અહિંસા પર થોડી વાતો કરી. આજે અહિંસાને થોડાંવધુ પરિમાણો દ્વારા સમજીએ. હિંસા પેદા કેમ થાય છે? હિંસા જન્મ સાથે કેમ જોડાઈ ગઈ છે? જીવનના અંગેઅંગમાં, દરેક સ્તર પરફેલાઈ ગઈ છે. જેને આપણે જીવન કહીએ છીએ તે જાણે હિંસાનો જ વિસ્તાર છે એમ કેમ છે? સૌથી વધુ આધારભૂત કારણ જો કોઈ હોય તો તે છે જીવેષણા. આપણી જીવવાની આકાંક્ષામાંથી હિંસા જન્મે છે. આપણે બધા જીવવા માટે આતુર છીએ. જીવનમાંથી કાંઈક ફલિત ન થતું હોય તોપણ અકારણ જીવવા માગીએ છીએ. જીવનમાંથી કાંઈ મળે નહિ, માત્ર રાખહાથમાં બચતી હોય તોપણ જીવનનેં ખેંચવા માગીએ છીએ. વિન્સેન્ટ વાનગોગના જીવન પર એક અદ્ભુત પુસ્તક લખાયું છે, એનું નામ છે LUST FOR LIFE-જીવેષણા જે મહાવીરના જીવન પર પુસ્તક લખવું હોય તો એનું નામ આપવું પડે *NO LUST FOR LIFE જીવેષણાશૂન્ય.” જીવવાનો એક પાગલ ભાવ છે, આપણા મનમાં. મરવાની આખરી ક્ષણ સુધી આપણે જીવવા માગીએ છીએ. પાગલપણું જેટલું વધારે, જીવવાની જેટલી કોશિશ વધારે, તેટલા આપણે બીજા લોકોના જીવનના ભોગે પણ જીવવા માગીશું. ક્યારેક એવી પરિસ્થિતિ પેદા થાય કે આ જગતનો ભોગ ભલે લેવાય, પણ હું જો જીવી શકું તો જીવવાને માટે રાજી છું. બધાનો વિનાશ ભલે થાય, પરંતુ હું જીવવા તૈયાર છું. ઝવેષણાના આ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy