________________
નમો અરિહંતાણમ્ મંત્ર
૫
બુદ્ધિ અને તર્કનો યુગ હોય, તેમાં સાધકે જ કહેવું પડે કે હુ તમારા શરણનો સ્વીકાર કરું છું. મહાવીર તો ચુપ છે, એકાંઈ કહેતા નથી. મતવીર એમ પણ કહેકે ઠીક તું મારે શરણે આવ્યો છે, તો હું તારો અંગીકાર કરું છું તોપણ મહાવીર વચમાં આવી જાય છે. આ તો એકતરફી, સાધક તરફથી જ નિર્ણય છે. તર્કના યુગમાં, સાધક આવીને કહે કે, હું તમારું શરણ સ્વીકારું છું, ત્યારે મહાવીર કાંઈ બોલ્યા વિના, હકારમાં માત્ર માથું હલાવે તોપણ સાધકનો અહંકાર જાગ્રત થઈ જાય. સાધકને થાય, જોયું કેવું માથું હલાવ્યું ? એમને પણ મારી જરૂર છે. એટલે મહાવીર કોઈ પણ પ્રતિક્રિયા વિના ચુપ રહે છે. એટલેકૃષ્ણનાયુગમાં, શ્રદ્ધાના યુગમાં, સત્યને પામવું જેટલું સહેલું હતું, તેટલું મહાવીરના સમયમાં સહેલું નહોતું. સાંપ્રતયુગમાં તો વધારેમાં વધારે મુશ્કેલી છે. ન સિદ્ધ કહી શકે કે “મારે શરણે આવ,” ન સાધક કહી શકે કે “તમારે શરણે આવું છું.” આજે કદાચ સાધક કોઈ સિદ્ધના શરણે જાય અને સિદ્ધ કહે કે “નહીં કોઈને શરણે જવાની જરૂર નથી” (એવું કૃષ્ણમૂર્તિએ કહ્યું, આપણી વીસમી સદીમાં) તો આજના સાધકને ગમે. આજે તો સિદ્ધ ચુપ રહેતોતે, “મૌન સંમતિનું લક્ષણ છે, તમે મારો સ્વીકાર કરો છો’ એમ માની લેવાય. અત્યારે તર્ક વધુ રોગગ્રસ્ત બની ગયો છે. આજે તો મહાવીર ચુપ બેસી રહે અને તમે એમને શરણે જાઓ છો એમ કહો ત્યારે એનો અર્થ તમે તો ભળતો જ કરો. તમે ઘેર પાછા આવી વિચાર કરો કે મહાવીર ચુપ રહ્યા. કાંઈ ન બોલ્યા એનો એટલો જ અર્થ કે મહાવીર હું શરણે જઉ તેની પરીક્ષા કરતા હતા. મૌન તો સંમતિનું લક્ષણ છે. તો મહાવીર તો અહંકારી ગણાય, એ અરિહંત કેવી રીતે હોઈ શકે? આ પરિસ્થિતિમાં મહાવીર જેવાને એક પગલું વધારે નીચે ઊતરવું પડે. મહાવીરે કહેવું પડે કે તમે કોઈના શરણે ન જશો. ભારપૂર્વક મોટેથી ઈનકાર કરવો પડે કે નહીં, ‘તમારે શરણે જવાની જરૂર નથી.’ આમ મહાવીર કહે તો સાધક સમજે કે મહાવીર અહંકારી નથી પરંતુ આ સાધકને એ વાત સમજાતી નથી કે મહાવીરના અસ્વીકારમાં સાધકનાં ધર્માભિમુખ થવાનાં દ્વાર બંધ થઈ જાય છે. જે કૃષ્ણમૂર્તિ આ યુગમાં એટલે જ પ્રભાવી રહ્યા છે. એ કહેતા નથી કે બધા ધર્મ છોડી મારે શરણે આવો. તેમ જ્યારે કોઈ સાધક કહે કે હું તમારે શરણે આવું છું ત્યારે કૃષ્ણમૂર્તિ ઇનકાર કરીને કહે છે કે મારે પગે ન પડશો, દૂર રહો' ત્યારે અહંકારી સાધક પ્રસન્ન થાય છે. એની અસ્મિતા ઘેરી બને છે, એવા સાધકને કશી મદદ કરી શકાતી નથી. આજનો યુગ એવો છે કે કોઈએ સહાય કરવી હોય તો પણ ન કરી શકાય. આપણો યુગ આધ્યાત્મિક દષ્ટિએ કોઈને સહાય કરવાનું મુશ્કેલ બનાવે છે. કૃષ્ણ જે સામેથી બોલાવીને સહાય આપે છે તે વાત તો બાજુએ રહી, પણ આજે સામે આવેલાને પણ સહાય આપવાનું મુશ્કેલ થઈ જાય છે. થોડા દિવસો પછી સિદ્ધોને સાધક પાસે આવીને હું તમારે શરણે આવું છું, મારો સ્વીકાર કરો એમ કહેવું પડે તો નવાઈ પામવા જેવું નહી રહે! આ એક