________________
૪૪
શરણાગતિ:ધર્મનો મૂળ આધાર
બોલી રહ્યા હતા ત્યારે મોટો શ્રદ્ધાનો યુગ હતો, જ્યારે મહાવીર બોલી રહ્યા હતા ત્યારે મોટો તર્કનો યુગ હતો. મહાવીર જો એમ કહે કે મારે શરણે આવી , તો તરત જ લોકોને લાગે કે મહાવીર અહંકારભરી વાતો કરી રહ્યા છે. માટે મહાવીરને બીજા છેડાથી જ સૂત્ર બોલવું પડશે. બૌદ્ધ પરંપરાનું સૂત્ર છે, “બુદ્ધ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ બુદ્ધને શરણે જાઉ છું, સંઘને શરણે જાઉ છું, ધર્મને શરણે જાઉ છું. મહાવીર અને બુદ્ધનાં સૂત્રોમાં પણ થોડો ફરક છે તે સમજી લેવા જેવો છે. ઉપર ઉપરથી તો બન્ને સૂત્ર એકસરખાં લાગે છે. ગચ્છામિ કહો કે “પવજામિ’ કહો, શરણે જાઉ છુંકે શરણ સ્વીકારું છું, એક જેવાં જ સૂત્ર દેખાય છે, પરંતુ એમાં સૂક્ષ્મ ભેદ છે. જ્યારે કોઈ કહે કે “બુદ્ધ શરણં ગચ્છામિ...બુદ્ધને શરણે જઉ છું ત્યારે એ શરણે જવાની શરૂઆત છે. એ પહેલું પગલું છે, જ્યારે કોઈ કહે કે અરિહંત શરણં પહજજામિ.. અરિહંતનું શરણ સ્વીકારું છું.' એ શરણે જવાની અંતિમ સ્થિતિ છે, વિચારપૂવર્ક શરણનો સ્વીકાર છે. એની આગળ બીજી કોઈ ગતિ નથી. જ્યારે કોઈ કહે કે હું શરણે જાઉ ત્યારે એ એનું પ્રથમ પગલું છે. એનો વિચાર બદલાયતો આગળની ગતિ બંધ કરી શકે છે. જ્યારે શરણ સ્વીકારું છું એમ કહેવામાં વિચારપૂર્વક લેવાયેલું પગલું છે, પાછા ફરવાનો કોઈ પ્રશ્ન નથી. વિચાર બદલવા માટે કોઈ કારણ નથી, પુખ્ત વિચાર પછી જ ભરાયેલું પગલું છે. બુદ્ધના સંન્યાસી માટે યાત્રાનો પ્રારંભ છે. યાત્રામાં વચ્ચે કોઈ વિચાર બદલાય, અડચણ આવે, તર્ક કે અકાર શરણ સ્વીકારવાના પાડે, એ શક્ય છે. કારણકે તર્ક હમેશાં શરણે જવાનો વિરોધ કરે. બુદ્ધિ કોઈને શરણે જવાની વિરુદ્ધ છે. બુદ્ધિ કહે છે, તમે શું કોઈને શરણે જશો? તમે તો કોઈ બીજાને શરણમાં લાવો એવા છો! શરણે જવામાં અહંકારને બહુ મોટી પીડા છે. પરંતુ મહાવીરનું સૂત્ર છે, હું અરિહંતનું શરણ સ્વીકારું છું કોઈ પણ વાતનો સ્વીકાર કરવો એ એક અંતિમ પ્રતિબદ્ધતા છે, commitment છે. એમાં પાછા ફરવાનો કોઈ ઉપાય નથી. એમાં એક છલાંગ છે, એક પૂર્ણતા છે, એમાં ફેરવિચારને અવકાશ નથી. અરિહંતને આપેલું એક વચન છે. ‘હું શરણે જાઉ છું એ સૂત્રમાં જાણે હમણાં શરણે જવાનો વિચાર આવ્યો છે, થોડો સમય તો લાગશે, પહોંચતા પહોંચતાં. ‘શરણે જાઉ છું,’ ખબર નથી પહોંચવામાં એક જન્મ લાગે, અનેક જન્મ લાગે. મારી ગતિ અને મતિ પ્રમાણે આગળ વધાશે. મતિ કદાચ બદલાઈ જાય તો, બુદ્ધને કોઈ વચન આપ્યું નથી. અધવચ્ચેથી પાછો ફરી શકું છું. જેણે શરણનો સ્વીકાર કર્યો એણે તે જ ઘડીએ પોતાનો અસ્વીકાર કર્યો, બે વાત સાથે બની શકતી નથી. જો તમે તમારી જાતનો સ્વીકાર કરશો તો કોઈના શરણનો સ્વીકાર નહીં કરી શકો. જે શરણનો સ્વીકાર કરશો તો તમારી જાતનો અસ્વીકાર કરી શકશો. શરણનો સ્વીકાર અહંકારનો અંત છે. ચેતનામાં ધર્મનો જે વિકાસ છે, તે અહંકારના વિસર્જનથી જ શરૂ થાય છે. અશ્રદ્ધાનો,