SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ અને લોકોત્તમની ભાવના આજે હજારો વર્ષોથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ઝઘડો જે ચાલી રહ્યો છે તેનો આ રીતે અંત આવી જશે. આ ઝઘડાને કારણે જ વધુ સમય શિક્ષણમાં વેડફાઈ જાય છે. બબ્બે વર્ષ લાગી જાય છે, જે માત્ર વીસ દિવસમાં શીખવી શકાય તે શીખવામાં. લૌનોવ કહે છે કે સચેતનરૂપે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું ઉપરનું બાહ્ય મન જ સાંભળે છે. એટલે લૌજોનોવ કહે છે કે આઉપરના બાહ્ય સંગીત સાંભળવામાં મન લગાવી દેવું જોઈએ. તે પછી એનું જે આંતર-અંદરનું અચેતન મન છે તે સાંભળવાનું શરૂ કરશે. આ રીતે જે ભાષા શીખતાં બે વર્ષ લાગે તે વીસ દિવસમાં શીખીને બોલી શકાય છે. એનું શું કારણ છે? વાત માત્ર એટલી છે કે આપણા અચેતન ઊંડાણમાં ઘણી બધી ક્ષમતાઓ છુપાયેલી છે. તમે તમારે ઘેરથી અહીં આવ્યા છો. તમે પગે ચાલીને આવો, તો તમે કહી શકશો કે રસ્તામાં કેટલા વીજળીના થાંભલા હતા? તમને થશે કે હું શું પાગલ છું કે એ થાંભલાઓની ગણતરી કરું? પરંતુ જો તમને બેહોશ કરીને પૂછવામાં આવે તો તમે સાચી સંખ્યા કહી શકશો. જ્યારે તમે ચાલી રહયા હતા ત્યારે તમારું બાહ્ય મન તો અહીં આવવામાં લાગેલું હતું. હોર્ન વાગી રહ્યું છે. કોઈ અથડાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. પરંતુ તમારું આંતર મન, બીજી બધી ચીજોનો પણ સંગ્રહ કરતું રહે છે અને એની નોંધ કરે છે. રસ્તામાં આવેલા લેમ્પ પોસ્ટ, ગાડીનું હોર્ન, સામેથી આવતી ગાડીનો નંબર, એવું બધું નોંધી લે છે. તમારા ચેતનને આ વાતનો કાંઈ ખ્યાલ નથી. તમને કાંઈ ખબર જ નથી. એમ કહેવું જોઈએ પાણીની સપાટી ઉપર દેખાતા ટાપુને કાંઈ ખબર નથી પરંતુ નીચે જોડાયેલી ભૂમિનો જે વિસ્તાર છે ત્યાં બધું જ નોંધાય છે. એટલે મહાવીર બોલ્યા નથી. ચૂપચાપ બેઠા છે. આ જ કારણે મહાવીરનો ધર્મ વ્યાપક ન બન્યો, બહુ લોકો સુધી એમનો સંદેશોને પહોંચી શક્યો. મહાવીર જો બોલ્યા હોત તો બધાની સમજમાં વાત આવી જાત. મહાવીરીન બોલ્યા, એટલે એ લોકો જ સમજી શક્યા, જેઓ એટલા અચેતન ઊંડાણમાં ઊતરવા તૈયાર હતા. એટલા માટે મહાવીરને સમજનારા, પસંદગી પામેલા થોડા જ શ્રેષ્ઠતમ શિષ્યો હતા, તે સમજી શક્યા. એવા શ્રેષ્ઠતમમાં ભલે તે પશુમાં હોય, છોડમાં હોય, માનવીમાં હોય તેથી કાંઈ ફરક પડતો નથી. મહાવીરને સાંભળવા માટે એક મોટા પ્રશિક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. ધ્યાનની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. આ પ્રક્રિયાઓમાંથી પસાર ચ્યા પછી, મહાવીર સામે તમે બેસો ત્યારે, તમારું જે વાચાળમન છે, જે નિરંતર ઉપદ્રવોથી ભરેલું બીમાર મન છે તે શાંત થઈ જાય અને તમારો જે ગહન આત્મા છે તે મહાવીરની સમક્ષ આવી જાય, જેથી તમારા એ આત્મા સાથે સંવાદ થઈ શકે. એટલા માટે જ મહાવીરનીવાણીની પાંચસો વર્ષ સુધી કશી જ નોંધ ન લેવાઈ. પાંચસો વર્ષ સુધી એવી વ્યક્તિઓ અસ્તિત્વમાં હતી, જે મહાવીરના દેહાંત પછી પણ મહાવીરના સંદેશા મેળવવા સક્ષમ હતી. જ્યારે એવા લોકોની સંખ્યા ઘટવા લાગી ત્યારે એક ગભરાટ ફેલાયો અને મહાવીર
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy