________________
૧૯૬
તપ : ઊર્જશરીરના અનુભવ
શક્તિ આપે છે. એટલે પીપળાનું ઝાડબોધિવૃક્ષ બની શક્યું. એની નીચે ઘણાં બુદ્ધના શિષ્યોને બુધત્વ પ્રાપ્ત થયું. કારણકે પીપળાનું ઝાડચારે તરફ તમારા પર શક્તિની વર્ષા કરે છે. પીપળો એક જ એવું વૃક્ષ છે બધી વનસ્પતિઓમાં, કે જે દિવસે અને રાતે પણ બધો સમય, શક્તિનો વરસાદ વરસાવે છે. એટલા માટે પીપળાના ઝાડની દેવતા તરીકે પૂજા થાય છે. જે ઝાડકાંઈ પણ લીધા વિના આપ્યા જ કરે એ દેવતા જ હોવું જોઈએ. એટલે તમારી ભીતર જે પ્રાણશરીર છે, જે પ્રાણઊર્જાનું બનેલું છે તે જ તમે છો. તપનું પહેલું સૂત્ર છે, ‘તમારા ભૌતિક શરીર સાથેનું તાદાભ્ય છોડો' જે ભૌતિક શરીર દેખાઈ રહ્યું છે એ જ તમે છો, એવું માનવાનું બંધ કરો. એ રીતે માનવાનું કારણ એ છે કે એ ભૌતિક શરીરમાં જ ભોજન જાય છે. એમાં જ જે પાણી પીઓ છો એ જાય છે, એ ભૌતિક શરીરને જ ભૂખ લાગે છે, ને રાત્રે એ જ સૂઈ જાય છે અને સવારે ઊઠે છે. એટલે હું આ શરીર છું એ ભ્રમને તોડો. એ સંબંધને તોડો, તો તપના જગતમાં પ્રવેશ થઈ શકશે. ભૌતિક શરીર સાથે આપણું તાદાત્મબંધાઈ જાય છે, માટે જ આપણે જ્યાં સુધી એ ભ્રાંતિમાંથી નહીં છૂટીએ ત્યાં સુધી એ શરીર આપણા જીવનનો ભોગ બનશે. એમાંથી જ બધા ભોગ પેદા થાય છે. જેણે સ્વયંને પોતાને ભૌતિક શરીર માન્યું, તે બીજા ભૌતિક શરીરને ભોગવવા આતુર બની જશે. એમાંથી જ તમામ કામવાસના પેદા થાય છે. જેણે પોતાને ભૌતિક શરીરમાન્યું તેને ભોજનમાં અત્યંત રસ પેદા થશે કારણકે ભૌતિક શરીર ભોજનમાંથી નિર્મિત થયું છે. જેણે પણ ભૌતિક શરીરને પોતાનું માન્યું તે વ્યક્તિ બધી ઈન્દ્રિયોનો ગુલામ બની જશે. કારણકે બધી ઇન્દ્રિયો ભૌતિક શરીરની પરિપોષક છે. પ્રથમ સૂત્ર તપનું ‘આ ભૌતિક શરીર હું નથી' એ છે. આ તાદાત્યને તોડવાની જરૂર છે. આ તાદાભ્યકેવી રીતે તૂટે તે વિષે હવે કાલથી આપણે ચર્ચા શરૂ કરીશું. મહાવીરે એ માટે અંતર તપના છ ઉપાય બતાવ્યા છે. એ વિષે આપણે દરેક તપ વિશે અલગ અલગ ચર્ચા કરીશું. પરંતુ ભૌતિક શરીર સાથેનું તાદાભ્ય તોડવાનો સંકલ્પ કરવો પડશે. એ સંકલ્પ વિના આગળ ગતિ નહીં થઈ શકે. તાદાભ્ય સંકલ્પથી જ નિર્મિત થાય છે, એને સંકલ્પથી જ તોડી શકાશે. આપણો જન્મોજન્મનો સંકલ્પ છે કે “આશરીર હું છું.” તમે પુરાણી વાર્તાઓ સાંભળી હશે. બાળકોની પુરાણી વાર્તાઓમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે એક સમ્રાટ હતો. તેનો પ્રાણ કોઈ પોપટમાં કેદ થયો હતો. જ્યાં સુધી પોપટનેન મારીનાખો ત્યાં ‘સુધી સમ્રાટન મરે. એ પોપટને મારી નાખીએ તો સમ્રાટ પણ મરી જશે. હવે આજકાલની નવી બાળવાર્તાઓમાં આવી વાત આવતી નથી. બાળકો માટે તો ઠીક છે. પરંતુ આપણે તો સમજીએ છીએ કે એવું કેવી રીતે બને? પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આવું બની શકે છે. વૈજ્ઞાનિક રૂપે શક્ય છે. એક સમ્રાટને બચાવવાનો હોય, તો એને ઊંડાસંમોહનમાં લઈ જઈ એનામાં એવો ભાવઠસાવવામાં આવે, વારંવાર એવું સૂચન આપ્યા કરીએ, કે તારો પ્રાણ તારા શરીરમાં નથી,