SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્: મંત્ર ૧૯૩ સાજું કરવામાં મદદ કરે છે. યોગાસન પણ આપણા શરીરનાં ખાસ બિંદુઓ પર પ્રભાવ પ્રયોગ છે. નિરંતર દબાણ આવ્યા કરવાથી અમુક ચક્રોની ઊર્જા જાગ્રત અને સક્રિય બને છે. વિપરીત દબાણ આવે તો બીજાં કેન્દ્રોની ઊર્જા ખેંચાઇ જાય છે દાખલા તરીકે શીર્ષાસનનું અનિવાર્ય પરિણામ કામવાસના પર પડે છે. જ્યારે કોઇ શીર્ષાસન કરે છે ત્યારે એની ઊર્જાનો પ્રવાહ એના માથા તરફ વહે છે. સામાન્ય રીતે આપણી ઊર્જા ગુરુત્વાકર્ષણને કારણે અથવા આપણી જન્મો જૂની આદતને કારણે નીચેની તરફ વહે છે. શીર્ષાસન કરતી વખતે એ જ આદતના જોરે એ ઊર્જા માથા તરફ વહે છે. શીર્ષાસનનું મૂલ્ય તપસ્વીઓ માટે, વધી જવાનું એકમાત્ર કારણ એ છે કે એમની કામઊર્જા શીર્ષાસન વખતે એમના માથા તરફ વહે. આદતના જોરે સામાન્ય રીતે એ ઊર્જા નીચેની તરફ જ વહેતી હોય છે. તેને શીર્ષાસનમાં ઊલટા થઇ જવાથી માથા તરફ વહેવડાવી શકાય છે. એટલે આપણામાં જે ઊર્જા છે તેને તપ દ્વારા જાગ્રત કરી, શક્તિશાળી બનાવી, નવા માર્ગો પર પ્રવાહિત કરવાથી નવા કેન્દ્રો એ ઊર્જાને સંગ્રહિત કરે છે. બસો વર્ષ પહેલાં ઝેકોસ્લાવેકિયાના પ્રાગ શહેરમાં, અનેક વૈજ્ઞાનિકોની હાજરીમાં, રસ્તા પર એક બેટિસ્લાવ કાકા નામના માણસે અનોખા પ્રયોગ કર્યા.એ વ્યક્તિ આ પૃથ્વી પર કદાચ સૌથી વધારે સંમોહન વિષે જાણકાર થઇ ગઇ. એણે માણસો પર સંમોહનના પ્રયોગ કર્યાં. એણે બીજા કેટલાક માણસોને સંમોહન વિદ્યા શીખવી. એમાંનો એક શિષ્ય એવો હતો કે જે ઊડતા પક્ષીને આંખ ઉઠાવીને થોડો વખત જોઇને, જમીન પર પાડી નાખતો હતો. આકાશમાં ઊડતું પક્ષી કે ઝાડ પર બેઠેલાં અનેક પક્ષીમાંથી, ખાસ કોઇ એક શાખા પર બેઠેલા પક્ષીને જ, એ થોડી ક્ષણો નજર કરીને, નીચે પાડી દેતો. તમે એને એ પક્ષીને જીવતું જમીન પર પાડી નાખવા માટે કહો તો તે તેને જીવતું જમીન પર પાડે. આખા યુરોપમાંથી વૈજ્ઞાનિકોને બોલાવી એમની હાજરીમાં, સેંકડો પક્ષી એણે જમીન પર પાડી બતાવ્યાં. એણે પોતાની મરજીથી, એને જે ઠીક લાગે તે પક્ષીને નીચે પાડયું એવું પણ નહીં. તમે જે કહો તે પક્ષીને એ પાડી બતાવે. જીવતું કહો તો જીવતું, મરેલું કહો તો મરેલું પક્ષી પાડી બતાવે. એ કાકાના શિષ્યને આ શક્તિનું રહસ્ય પૂછવામાં આવ્યું. એણે કહયું કે હું માત્ર ‘વેક્યુમ ક્લીનર’ જેવું કામ કરું છું. જે રીતે ‘વેક્યુમ ક્લીનર’ ઘરમાંની ધૂળને શોષીને પોતાનામાં ખેંચી લે છે તેમ હું એ પક્ષીની શક્તિને– ઊર્જાશક્તિને મારી તરફ શોષી લઉં છું. જેમ બાળક માતાના સ્તનમાંથી દૂધ ચૂસી લે છે તેમ હું એ પક્ષીની શક્તિને ચૂસી લઉં છું. ‘વેક્યુમ ક્લીનર’ ખાલી હોય છે તે હવાને પોતાની તરફ ખેંચે છે એની સાથે ધૂળ પણ ખેંચાઇને આવે છે. કોઇની પ્રાણઊર્જાને પોતાની તરફ ખેંચી લેવાની કળા જ એને શીખવવામાં આવી હોય છે. જે પક્ષી બેઠેલું હોય તેના તરફ ધ્યાન કરીને એ પક્ષીની પ્રાણઊર્જા પોતાની તરફ ખેચાઇ આવે એવો સંકલ્પ એ વ્યક્તિ કરે છે. જો એ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy