SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ તપ : ઊર્જાશ૨ી૨ના અનુભવ સંસ્કૃતિઓએ, અલગ અલગ કામબિંદુઓ વિષે માહિતી મેળવેલી હતી. હવે તો વિજ્ઞાને, બધાં જ કામબિંદુઓ અને સંબંધિત અંગો શરીરમાં ક્યાં કયાં છે તેની શોધ કરી લીધી છે. તમને કદાચ ખ્યાલમાં નહીં હોય કે આપણા કાનની બૂટની જે લંબાઇ છે, તે કામક્ષેત્ર છે. એ કામક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે. કેટલાંક બાળકો એ કાનની લબડતી બૂટને સ્પર્શ કરતાં કરતાં ઊંઘી જાય છે. એ કાનની બૂટ, સ્તન જેટલી સંવેદનશીલ છે. તમે કદાચ કાનની બૂટ ફાટેલી હોય એવા સાધુ જોયા હશે. પરંતુ એ કાન ફાટવાનું કારણ શું હશે તે તમારા ખ્યાલમાં નહીં આવ્યું હોય ! કાન ફાડીને, એ સાધુઓ કામકેન્દ્રને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા હોય છે. એ ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે. તમને કદાચ એ પણ ખ્યાલમાં નહીં હોય કે મહાવીરનાં ચિત્રોમાં અને પત્થરની પ્રતિમાઓમાં એમના કાન છેક ખભાને અડકતા બતાવ્યા છે. બુદ્ધની પ્રતિમાઓમાં પણ, એમના કાન ખભાને અડકતા હોય એવું લાગે છે. જૈનોના ચાવીસે તીર્થંકરોની પ્રતિમાઓમાં કાન ખભાને અડકતા દેખાડયા હોય છે. કાન ખભાને અડકતા હોવા એ તીર્થંકર હોવાનું લક્ષણ મનાતું. પરંતુ કાન આટલા લાંબા હોવાનો અર્થ શું છે ? એ કાનની લંબાઇ, કામઊર્જા વધારે પ્રગાઢ હોવાનું પ્રતીક છે. એમનામાં એટલી કામઊર્જા હતી કે જે રૂપાંતરિત થઇને તપ બનતી હતી. કુંડલિની ઊર્જાની જાગૃતિની સંભાવનાનું લંબાઇ એ પ્રતીક છે. એ કામક્ષેત્રની વિશાળતા બતાવે છે. આપણા શરીરમાં એવાં બિંદુઓ છે કે જેને મસાજ-માલિસ કરવાથી આપણી બુદ્ધિને પ્રભાવિત કરી શકાય છે. એવાં બિંદુઓ છે કે જેની મારફત બીજાં ચક્રોને પ્રભાવિત કરી શકાય છે. બધાં યોગાસન અલગ અલગ ચક્રોને સક્રિય કરવા માટે યોજાયાં છે. જ્યાં જ્યાં દબાણ આવે તે તે ક્ષેત્ર પ્રભાવિત થાય. એક્યુપંક્ચરે તો એકદમ સરળ ઉપાય શોધ્યો છે. નાની નાની સોય વડે તમારાં ખાસ બિંદુઓમાં છેદ પાડવાથી, ત્યાંની ઊર્જા સક્રિય બનીને આગળ વધે છે. કોઇ પણ બીમારીને એક્યુપંક્ચર ચિકિત્સાથી દૂર કરી શકાય છે. હીરોશિમા વિષે એક પુસ્તક લખાયું છે. એક અમેરિકન વૈજ્ઞાનિકે હીરોશિમા ક્ષેત્રમાં સંશોધન કરીને એ પુસ્તક લખ્યું છે. એણે એવું તારણ કાઢ્યું કે એટમ બોમ્બ ફાટટ્યા પછી એમાંથી જે RADIO ACTIVITY અણુ વિભાજનને કારણે પેદા થઇ, તેનાથી ઘણું નુકસાન થયું. અણુ વિભાજનમાંથી પેદા થયેલી ઊર્જા, માનવીના શરીરમાંની ઊર્જાને બહાર ખેંચી લઇ માનવીના તપસ્-શરીરને એકદમ નબળું પાડી દે છે. તમને એ દીનહીન બનાવી દે છે. જે જે અંગની ઊર્જા બહાર ખેંચાઇ જાય તેને કાયમી નુકસાન પહોંચે છે. એટમ બોમ્બથી એટલું મોટું ગુરુત્વાકર્ષણ પેદા થાય છે કે તમારું આખું ઊર્જાશરીર બહાર ખેંચાઇને નબળું પડતાં, તમારી સા થવાની શક્યતા રહેતી નથી. છતાં એક્યુપંક્ચર ચિકિત્સાથી, અણુબોમ્બને કારણે જેમના શરીરમાં ખામીઓ પેદા થઇ હતી એવા ઘણા માણસોને સાજા કરી શકાયા. એક્યુપંક્ચરની શોધ ઊર્જાશરીરને
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy