SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ તપ: ઊર્જશરીરના અનુભવ ગતિમાન છે. જે દીવાલો આપણી ચારે બાજુ દેખાય છે તે પણ નક્કર, ગતિશૂન્ય, સ્થાયી નથી. વિજ્ઞાન કહે છે, બધા પદાર્થોમાં સતત પરિવર્તન થયા કરે છે. દિવાલોમાં પણ સમય જતાં પરિવર્તન થાય છે, પરંતુ એ પરિવર્તન એટલું ઝડપી છેકે આપણી આંખો, એની ગતિને, એના પરિવર્તનને, એનામાં થતાં ફેરફારને પકડી શકતી નથી. જે આપણે વીજળીથી ચાલતા પંખાને એકદમ પૂરા વેગથી ચલાવીએ તો એની પાંખો આપણે ગણી ન શકીએ, એટલું જ નહીં, પણ એનો વેગ એકદમ જોરદાર હોય તો જાણે એક વર્તુળધૂમી રહ્યું હોય એવું લાગશે. પંખાની પાંખો વચ્ચે જે ખાલી જગ્યા છે તે આપણને નહીંખાય. વિજ્ઞાન તો કહે છે કે પંખાને એટલો જોરથી ફેરવી શકાય કે એને તમંચાથી ગોળી મારીએ તો એ ગોળી પંખાની બે પાંખોવચ્ચેથી પસાર થઈ શકે. ગોળી પાંખડીમાં કાણું કરીને નીકળી જશે. પંખો એટલા જોરથી ચલાવી શકાય, કે તમે એ ચાલતા પંખાની ઉપર બેસો તો એની બે પાંખો વચ્ચેથી નીચે પડીનાશકો, કારણકે તમને નીચે પડવામાં જેટલો સમય લાગે તે દરમિયાન બીજી પાંખતમારી નીચે આવી જાય છે. ત્યારે એ પંખો ફરતો હોય છતાં આપણને નક્કર, સ્થિર દેખાશે, જાણે એ ચાલતો જ નથી. એટલે ગતિ જો એકદમ વધી જાય તો બધા પદાર્થો સ્થિર અને સ્થાયી લાગશે. એ સ્થિરતા એની ઝડપને કારણે લાગે છે. ખરેખર સ્થિર કાંઈ જ નથી. જે ખુરસી પર તમે બેઠા છો, એના પ્રત્યેક પરમાણુની ગતિ એટલી ઝડપી છે, કે તે ગતિથી સૂર્યનાં કિરણ પૃથ્વી પર પહોંચે છે. પ્રકાશનો કિરણ એક સેકન્ડના એક લાખ છયાસી હજાર માઈલની ગતિથી આપણી પૃથ્વી પર પહોંચે છે. ખુરસીમાં પરમાણુ પણ એટલી જગતિથી ઘૂમી રહ્યાં છે માટે આપણે એના પરથી પડી જતા નથી. પરમાણુની તીવ્રગતિ આપણને ખુરસી પર ટકાવી રાખે છે. આ ગતિ પણ બહુઆયામી multi dimensioal છે. જે ખુરસી પર તમે બેઠા છો તેના પ્રત્યેક પરમાણુંelectron, પોતાના એકકેન્દ્રnucleus ની આસપાસ ઘૂમી રહ્યાં છે. ખુરસી જે પૃથ્વી પર રખાઈ છે, તે પૃથ્વી પણ પોતાની ધરી પર ઘૂમી રહી છે. પૃથ્વીના ધૂમવાને કારણે, ખુરસીમાં એક બીજી ગતિએ પ્રવેશ ર્યો. એક ગતિ ખુરશીની પોતાની આંતરિક છે, એના પરમાણુને કારણે. બીજ ગતિ છે, પૃથ્વીને કારણે, જે પોતાની ધરી પર ધૂમી રહી છે. ત્રીજી ગતિ પૃથ્વીની સૂર્યની આસપાસ - સૂર્યને કેન્દ્ર બનાવી ધૂમવાની છે. ખુરસી પર એ ગતિ પણ કામ કરે છે. ચોથી ગતિ સૂર્યની છે, પોતાની ધરી પર ધૂમી રહ્યો છે અને પોતાનાં ગ્રહમંડળને પોતાની આસપાસ ધૂમાવે છે. પાંચમી ગતિ માટે વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્ય પણ કોઈ મહાસૂર્યની આસપાસ ચક્કર લગાવી રહ્યો છે. એ ચક્કર ૨૦કરોડ વર્ષમાં એકવાર પુરું થાય એટલું મોટું છે. આ પાંચમી ગતિ પણ ખુરસી કરી રહી છે. એથી વધુ આગળ વૈજ્ઞાનિકો કહે છે કે છઠ્ઠી ગતિએ માસૂર્યની છે. જે પણ પોતાની ધરી પર ફરી રહ્યો છે. એ માસૂર્યની આસપાસ પણ આપણો એકમાત્ર સૌર પરિવાર નથી. બીજા અનેક સૌર પરિવાર, એ મહાસૂર્યની આસપાસ ઘૂમી રહ્યા છે. છેલ્લી ગતિ અને સાતમી ગતિ એ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy