________________
૯. ત૫: ઊર્જા શ૨ી૨ના અનુભવ
મનુષ્યની પ્રાણઊર્જાનું રૂપાંતર કરવાની પ્રક્રિયાનું નામ તપ છે. એ વિષે થોડાં વૈજ્ઞાનિક સત્ય સમજી લેવાં જરૂરી છે. ધર્મ વિજ્ઞાન તો છે જ ! એમ કહી શકાય કે એ પરમ વિજ્ઞાન છે, ‘Superme Science.’ કારણકે જેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે તો માત્ર પદાર્થને જ સ્પર્શ કરે છે. જ્યારે ધર્મ તો ચેતનાનો સ્પર્શ કરી શકે છે, જે સમાન્ય રીતે, અસંભવ લાગે છે. વિજ્ઞાન તો માત્ર પદાર્થને બદલે છે, પદાર્થને નવાં રૂપ આપે છે. એ પદાર્થને આપણે સ્પર્શી શકીએ છીએ કે જોઇ શકીએ છીએ. પરંતુ ધર્મ તો ચેતનાને રૂપાંતરિત કરે છે, જે આપણે જોઇ પણ શકતા નથી એને સ્પર્શી પણ શકતા નથી. એટલા માટે ધર્મ પરમ વિજ્ઞાન છે. વિજ્ઞાન પદાર્થને બદલે છે, ધર્મ માનવીને બદલે છે.
વિજ્ઞાનનો અર્થ છે, ‘To know the how’ કોઇ ચીજ કેવી રીતે કરી શકાય છે એ જાણવું. વિજ્ઞાનનો અર્થ છે, એ પદ્ધતિ, એ પ્રક્રિયા, એ વ્યવસ્થાને જાણવી જેનાથી પદાર્થમાં કાંઇ ફેરફાર કરી શકાય. બુધ્ધ કહે છે, સત્યનો એ અર્થ છે. એવી પ્રક્રિયા કે જેનાથી માનવીનું રૂપાંતર થઇ શકે, માનવીમાં કોઇ ક્રાંતિ અને પરિવર્તન પેદા થઇ શકે. જે માત્ર સિદ્ધાંત છે એ સત્ય નપુંસક છે. વ્યર્થ છે. તેનાથી કાંઇ માનવીનું રૂપાંતર ન થઇ શકે. ધર્મ તો અમૂલ રૂપાંતર mutatin કરે છે માનવીનું. એટલે બધાં તપ, માનવીના રૂપાંતરની પ્રક્રિયાનાં પ્રાથમિક સૂત્રો છે. ધર્મનો આધાર શું છે અને કેવી પ્રક્રિયાઓથી એ માનવીને બદલે છે તે આપણે સમજીએ.
સૌથી પહેલી વાત એ સમજવાની છે કે જગતમાં આપણને જે કાંઇ દેખાય છે તે બધું, આપણને દેખાય છે તેવું, સ્થિર, સ્થાયી અને જામી ગયેલા કોઇ પદાર્થ જેવું નથી. હવે વિજ્ઞાન કહે છે કે જગતમાં કોઇ પણ ચીજ સ્થિર અને સ્થાયી નથી. સર્વ કાંઇ ગતિશીલ છે. DYNAMIC છે. જે ખુરસી પર આપણે બેઠા છીએ તે પણ સ્થિર કે સ્થાયી નથી. એ પણ નદીના પ્રવાહની જેમ