________________
૧૭૬
તપ એટલે આપણી ઊર્જા......
આખી રાત ઊંઘ આવતી નથી. વળી જો મને પૈસા મળી જાય તો એની ઉત્તેજના પણ રાતભર ટકી રહે છે અને ઊંઘ આવતી નથી. ધન મારી એક મોટી કમજોરી છે. એ કમજોરી કેમેય કરી મારાથી પાર કરાતી નથી. એને હું જીતી શકતો નથી. તમારામાંથી જો કોઇ આ કમજોરીને જીતી શક્યું હોય તો એનું રહસ્ય બતાવો.’
બીજા એક ધર્મગુરુએ કહ્યું, ‘એ કમજોરીને જીતી તો હું પણ નથી શક્યો. પરંતુ મારી વળી બીજી મુશ્કેલી છે. મારી મુશ્કેલી મારો અહંકાર છે. એના માટે જ જાણે હું જીવું છું ઊંડું છું, બેસું છું. હું અહંકારની વિરુદ્ધ મારા ચેલાઓને ઘણી વાતો કરું છું, પરંતુ હું જાતે એની પાર જઇ શક્યો નથી.’ ત્રીજાએ કહ્યું, ‘મારી કમજોરી કામવાસના છે. સ્ત્રી માત્ર મારી નબળાઇ છે. દિવસ-રાત બ્રહ્મચર્યની ચર્ચા કરું છું. એનાથી થતાં લાભ નુકસાનની વાત કરું છું. જે વ્યાખ્યાનમાં સ્ત્રીઓ હાજર હોય છે, તે દિવસે ચર્ચા કરવાની કાંઇ ઓર મજા આવે છે. તે દિવસે મારી અભિવ્યક્તિમાં એક જોશ આવી જાય છે. તે દિવસની વાતની રંગત જ કાંઈ જુદી હોય છે. હું બરાબર જાણું છું અને સમજું છું કે આ પણ એક કામવાસનાની કરામત છે. હું પણ કામવાસનાની પાર જઇ શકતો નથી.’
ચોથો માણસ મુલ્લા નસરૂદ્દીન હતો. એ તો ઊભો થઇ ગયો અને કહ્યું કે ‘હું હવે જાઊં છું. મને ક્ષમા કરો. બીજાઓએ કહ્યું કે તમે તમારી કમજોરીની કાંઈ વાત જ ન કરી.
મુલ્લાએ કહ્યું, ‘મારી એકમાત્ર કમજોરી છે અને તે છે લોકોની નિન્દા. હવે હું અહીં એક ક્ષણ પણ નહીં રોકાઇ શકું. મારા મિત્રો મારી રાહ જોઇ રહ્યા હશે. મેં અહીં જે સાંભળ્યું છે, તે મારે કહી દેવું પડશે. ક્ષમા કરો, મારી આ જ મોટી કમજોરી છે, અફવાઓ ફેલાવવાની. હવે હું નહીં રોકાઇ શકું.’
પેલા ત્રણે ધર્મગુરુઓ ઊભા થઇ ગયા. મુલ્લાને પકડવાની કોશિશ કરતાં પૂછ્યું, ‘ઊભો રહે ભાઇ, તારી આ કમજોરી તો બહુ ખતરનાક છે. તે અમને પહેલેથી આકેમ ના કહ્યું. તું તો ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો !’
દરેક વ્યક્તિની કાંઇ ને કાંઇ કમજોરી હોય છે. એને બરાબર સમજી લેવી જોઇએ. એમાં જ આપણી બધી શક્તિ વપરાઇ જતી હોય છે.
મુલ્લાએ કહ્યું, ‘જ્યાં સુધી તમારી વાતો મેં સાંભળી લીધી ન હતી ત્યાં સુધી હું શાંત બેસી રહ્યો હતો. હવે મારી શક્તિ જાગી ગઇ છે. જ્યાં સુધી આ વાતો હું બીજાને કહી ન દઉં, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. મારી આ જ કમજોરી છે. મારી શક્તિ જાગી ગઇ અને તે નિન્દા પૂરી કર્યા પછી જ શાંત થશે. જાગી ગયેલી શક્તિનો નિકાસ ન થાય, એનો વ્યય ન થઇ જાય ત્યાં સુધી આરામ મળી શકતો નથી.’ મુલ્લાં અત્યાર સુધી સુસ્ત બેઠો હતો. તેનામાં એકાએક જાણે પ્રાણસંચાર થઇ ગયો, એક જ્યોતિ જાગી ગઇ. એની આંખોમાં ચમક પેદા થઇ ગઇ ! મુલ્લાને સ્વપ્નેય ખ્યાલ ન