SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર આથીવધુ આશ્ચર્ય ઊપજાવે તેવી વાત તો એ છે કે જે ઊર્જા પેદા થાય છે તેને, રશિયન વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સંગ્રહ થઈ શકે છે. જો એ ખરેખર કોઈ પ્રકારની ઊર્જા હોય તો તેનો સંગ્રહશક્ય છે. તો આ ઊર્જા જેને યોગશાસ્ત્ર પ્રાણ” ઊર્જ કહે છે તેને જે યંત્રમાં સંગ્રહિત કરી શકાયતો એ ઊર્જમાં જે મૂળભાવ વ્યક્તિએ આરોપિત કર્યો હતો, તે ભાવ પણ એ સંગ્રહિત ઊર્જામાં કાયમ રહે છે. મોઈખાલાવાનું વજન ઘટી રહ્યું હતું, ત્રણથી દસ પાઉન્ડ સુધી, તે પણ ભૌતિક શરીરનું ઊર્જમાં રૂપાંતર થવાથી ઘટતું હતું, જે ઓરડામાં આવાં યંત્રમાં ઊર્જા સંગ્રહ કરેલી હોય તે ઓરડામાં તમે દાખલ થાવ ત્યારે જો માઈલોવાનો ભાવ વસ્તુને દૂર હટાવવાનો હોય તો તમને ઓરડામાંથી ભાગી જવાનું મન થશે. એનો ભાવ જો વસ્તુને પોતા તરફ ખેંચવાનો હશે તો તમને એ યંત્ર તરફ આગળ વધવાનું મન થશે. માઈખાલોવાત્યાં હાજર હોતી નથી, પરંતુ યંત્રમાં સંગ્રહ કરેલી એની શક્તિ તમારા પર અસર કરતી હોય છે. આ શું પુરવાર કરે છે? આ પ્રયોગથી એ પુરવાર થાય છે કે આપણા મનોભાવ શબ્દમાં, વિચારમાં, તરંગમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને સંગ્રહિત થઈ જાય છે. નમો અરિહંતાણં મંત્ર, ભાવપૂર્વક કોઈ વ્યક્તિ જ્યારે ઉચ્ચારે છે ત્યારે એ વ્યક્તિ એવો ભાવ કરે છે કે જે વ્યક્તિઓએ પોતાના દુશ્મનોને જીત્યા અને જાણ્યાત વ્યક્તિઓને શરણે, હું મારી જાતને ધરી દઉં છું. આમ બને છે ત્યારે એ મંત્રજાપ કરનાર વ્યક્તિનો અહંકાર ઓગળવા લાગે છે. જે જે લોકોએ આ જગતમાં પોતાની જાતને અરિહંતોના શરણમાં છોડી દીધી છે, તેમની શક્તિ આવી વર્ષોથી નિર્માણ થતી આવતી મહાધારામાં મળી જઈ એનો હિસ્સો બની જાય છે. આકાશનાં અવકાશમાં, ચારે બાજુ આ અરિહંત ભાવના મંત્રના તરંગોથી જે શક્તિ સંગ્રહિત થયેલી છે તેમાં તમારી ભાવઊર્જાના તરંગ પણ સંમિલિત થઈ જાય છે. તેથી તમારી ચોતરફ એક દિવ્યતા અને ભગવત્તાનું વાતાવરણ નિર્માણ થઈ જાય છે. તમે પણ આ ભાવતરંગોના પ્રભાવથી એક અલગ વ્યક્તિ બની જાવ છો. આ મંત્ર-મહામંત્ર-સ્વર્યાની આસપાસના આકાશને અને સ્વયંના આભામંડળને બદલવાનો કીમિયો છે. જે દિવસ રાત કોઈ વ્યક્તિ આ નમોકાર મંત્રના સ્મરણમાં ડૂબતો રહે તો એ થોડા સમયમાં જુદી જ વ્યક્તિ બની જશે. એ એ વ્યક્તિ નહીં રહે છે તે હતો. હવે “નમો અરિહંતાણં મંત્રને સમજીએ. પાંચનમસ્કાર છે. અરિહંતનો અર્થ છે કે જેના બધા શત્રુઓનો નાશ થયો, જેનામાં એવો કોઈ ક્યાંય બચ્ચો નથી જેની સામે લડવું પડે, બધી લડાઈ સમાપ્ત થઇ ગઈ. હવે ક્રોધનથી જેની સામે લડવું પડે, હવે કામ નથી જેની સામે લડવું પડે, હવે લોભ કે અહંકાર નથી જેની સામે લડવું પડે. જેની સામે લડવું પડતું હતું તે બધાં અજ્ઞાન નાશ પામ્યાં. હવે એક ર્નિદ્રઢ સંઘર્ષહીન (non-conflicting) વ્યક્તિત્વ, જેનું નામ અરિહંત છે તે શરૂ થયું, અરિહંત આખરી પડાવ છે, શિખર છે, મંજિલ છે. હવે કાંઈ કરવાનું, મેળવવાનું, છોડવાનું બચ્યું
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy