SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ગહન નિદ્રામાં ચાલી જાતો અને તે વખતે એ ભવિષ્યવાણી કરતો રહેતો. એણે એક નહીં, દસ હજાર ભવિષ્યવાણી કરી છે. એમાંની બધી આજ સુધી સાચી પડી છે. ચાલીસ વર્ષ પહેલાં એણે કરેલી એક ભવિષ્યવાણી એ હતી કે ચાલીસ વર્ષ પછી, રશિયામાં એક નવા વૈજ્ઞાનિક ધર્મનો જન્મ થશે. આ વાત એડગરકાયેસીએ એવે સમયે કરી હતી કે જ્યારે રશિયામાં ધર્મનો નાશ કરાઈ રહ્યો હતો, ચર્ચો તોડી પડાતાં હતાં, પાદરી-પુરોહિતોને સાઈબેરિયામાં દૂર ધકેલી દેવાતા હતા. એ દિવસોમાં કલ્પના પણ ન કરી શકાય, કે રશિયામાં ધર્મનો જન્મ થશે. રશિયા એકલો દેશ આ પૃથ્વી પર હતો જ્યાં સર્વપ્રથમ ધર્મનો ખૂબવ્યવસ્થિત રીતે નાશ કરાઈ રહ્યો હતો. નાસ્તિકતા જેટલા આગ્રહપૂર્વક રશિયામાં દાખલ કરી દેવાઈ તેટલા પ્રમાણમાં આસ્તિક્તા, ભૂગર્ભ માર્ગોમાં રશિયામાં સ્થાપિત થઈ ગઈ. જીવનનો આ એક સનાતન નિયમ છે કે તે હંમેશાં પોતાનું સંતુલન નિર્માણ કરી લે છે. સ્ટાલીનના મરણ સુધી આ ભૂગર્ભ પ્રવૃત્તિ છૂપી ચાલુ રહી. પરંતુ તે પછી ધ્યાનના પ્રયોગો પ્રગટ થવા લાગ્યા. રશિયામાં, નેલ્યા માઈખાલાવા નામે એક વ્યક્તિ સ્ટાલીન પછીનાં પંદર વર્ષ દરમિયાન ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. માઈખાલાવા માત્ર ધ્યાન દ્વારા વસ્તુઓને દૂરથી ગતિમાન કરી શકતી હતી.હાથ કે શરીરના કોઈ ભાગથી અડીને નહીં, પરંતુ છ ફૂટ દૂર રાખેલી કોઈ ચીજ પર એકાગ્ર ચિત્ત થઈ, તેને પોતાની તરફ ખેંચી શકતી હતી કે હલાવી શકતી હતી. લોહચુંબકવાળી સોય લટકાવી હોય તેને ફેરવીને પોતાના તરફ કરી શકતી હતી. સાધારણ રીતે એ સોય ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર રહે છે, પરંતુ માઈખાલાવા તેની દિશા બદલી શકતી હતી, દૂરથી જ પોતાની એકાગ્રદષ્ટીથી. પરંતુ નવાઈની એક વાત એવી બનતી કે જે એની આસપાસ સંપૂર્ણ શંકાશીલ વ્યક્તિઓ ઊભી હોય, તો એને આ રીતે સોયને આકર્ષિત કરવામાં ચાર પાંચ કલાક લાગી જતા હતા. એની આસપાસ મિત્ર સમુદાય સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિઓનો હોય તો માત્ર અર્ધા કલાકમાં સોયને ફેરવી શકાતી હતી. જ્યારે જ્યારે એને પાંચ કલાક લાગી જતા ત્યારે એક બીજી ઘટના પણ બનતી હતી. માઈખાલાવાનું વજનદસ પાઉન્ડઘટી જતું હતું. સોયને હલાવતાં અર્ધો કલાક લાગતો ત્યારે ત્રણ પાઉન્ડ વજન ઘટતું હતું પરંતુ જ્યારે માત્ર પાંચ જ મિનિટમાં એ હલાવી શકાતી ત્યારે એના શરીરનું વજનબિલકુલ ઓછું થતું નહીં. આ પ્રયોગો નોબેલ ઇનામ જીતનાર વૈજ્ઞાનિક ડૉ. વસિલિએવ અને કામિનિયેવ તેમ જ અન્ય ચાલીસ વૈજ્ઞાનિકોની હાજરીમાં પુરવાર કરાયા અને એમણે જાહેર કર્યું કે માઈખાલીવાજે કરી રહી છે તે સત્ય હકીકત છે. હવે એવાં વિદ્યુત ચુંબકીય યંત્ર વિકસિત થયાં છે કે જેમાં માઈખાલોવા જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય છે ત્યારે એનું આભામંડળ સંકોચાઈને એક ધારામાં વહેતું હોય છે તેનો ગ્રાફ અંક્તિ થાય છે. જે વસ્તુ તરફ એ ધ્યાન કરે છે તેના તરફ, એક લેસર કિરણની જેમ એની શક્તિ, તરંગો દ્વારા પ્રસરીને એ વસ્તુને હટાવે છે કે ચુંબકીય આકર્ષણ પેદા કરી પોતાની તરફ ખેંચે છે. માત્ર એનો દઢ શ્રદ્ધાપૂર્વકનો ભાવ થાય કે વસ્તુ એના તરફ ખેંચાય. તુરત જ વસ્તુ ખેંચાઈ આવે છે; વસ્તુ હટી જાય, એવો ભાવ કરવાથી વસ્તુ હટી જાય છે.
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy