SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ હવે સત્ય મળી ગયું, ઝંઝટ મટી. મહાવીર આટલી નિશ્ચિંતતા કોઇને આપતા નથી. મહાવીર પાસે બેઠેલો માણસ સવારે જેટલો ગુંચવણમાં હોય તેટલો જ કે તેથી વધારે ગુંચવણમાં સાંજે હશે. જેટલો પરેશાન સવારે આવ્યો ત્યારે હોય તેટલો પરેશાન સાંજે પાછો ફરશે ત્યારે હશે. કારણકે દિવસ દરમિયાન મહાવીરને એકબીજાથી વિપરીત બાબતો વિષે પણ ‘હા’ કહેતા એ સાંભળશે. એના વિચારોના જે નિશ્ચિત આધારો હતા તે બધા જ સાંજ સુધીમાં ડગમગી જશે. એના વિચારોનું માળખું અને રૂપરેખા બધું ધરાશાયી થઇ જશે. મહાવીર કહે છે કે સત્ય સુધી તમારે જો પહોચવું હોય તો બધા વિચારો પ્રત્યેના તમારા આગ્રહ છૂટી જવાં જોઇએ. તમે જ્યારેકહો છો કે આ જ સત્ય છે ત્યારે તમે હિંસા આચરો છો. ત્યારે તમે સત્ય પર પણ તમારો માલિકી હક હોવાનો દાવો કરો છો; ત્યારે તમે સત્યને નાનું બનાવી દો છો અને એને તમારી સાથે બાંધી લો છો. આ સત્યનો સુદ્ધા, પરિગ્રહ કરવા સુધી તમે પહોંચો છો. એટલે મહાવીર કહે છે કે બીજો જે કાંઇ કહે તે પણ સત્ય હોઇ શકે. તમે ઉતાવળ નકરશો-બીજાને ખોટો છો એમ કહેવાની. મુલ્લા નસરૂદ્દીનને એના દેશના રાજાએ પોતાની પાસે હાજર થવા હુકમ કર્યો. રાજાને ફરિયાદ કરાઇ હતી કે નસરૂદ્દીન ગજબનો માણસ છે. તમે હજી તમારી વાત પુરી કરો તે પહેલાં જ એ વાતનું ખંડન કરવાનું શરૂ કરી દે છે. રાજાએ કહ્યું કે આ તો જબરજસ્તી છે. બીજાને પોતાની વાત કહેવાની તક મળવી જોઇએ. એટલે રાજાએ નસરૂદ્દીનને બોલાવીને પૂછ્યું : મેં સાંભળ્યું છે કે તમે બીજાની વાત સાંભળ્યા પહેલાં, એની વાત પૂરી સમજ્યા પહેલાં જ, એ વાત ખોટી છે એમ કહેવાનું શરૂ કરી દો છો એ વાત સાચી છે ? નસરૂદ્દીને કહ્યું, હા, તમે બરાબર વાત સાંભળી છે. રાજાએ પૂછ્યું કે મારા વિચારો વિશે તારું શું મંતવ્ય છે ? રાજાએ પોતાના શું વિચારો છે તે કહ્યું જ નહોતું ત્યાં તો નસરૂદ્દીને કહી દીધું, તમારા બધા વિચારો બિલકુલ ખોટા છે. રાજાએ કહ્યું, હજી તમે મારા શું વિચારો છે તે તો સાંભળ્યા નથી! નસરૂદ્દીને કહ્યું, સાંભળવાનો સવાલ નથી, વિચારો તમારા છે એટલે ખોટા છે. મારા વિચારો જ બરાબર છે. તમે શું વિચારો છે એ વાત અપ્રસ્તુત છે, અસંગત છે. તમે વિચારો છો એટલું જ, એ વિચારો ખોટા હોવા માટે પૂરતું છે. હું જે વિચારું તે સાચું હોવા માટે પૂરતું છે. આપણે બધા એવા જ છીએ. આપણે એટલા હિંમતવાળા નથી કે સાંભળ્યા પહેલાં જ બીજાના વિચારો ખોટા છે એમ કહી દઇએ. આપણે સાંભળ્યા પછી પણ કાઇના વિચારો ખોટા છે એમ કહી દઇએ ત્યારે આપણને પહેલેથી જ ખબર હતી કે બીજાના વિચારો ખોટા હોવાના જ, એટલે તમે સાંભળો છો અને સાંભળીને કહો છો કે બીજાના વિચારો ખોટા છે. એ વાત પણ સાચી નથી. તમે સાંભળતા જ નથી, તમે પહેલેથી જાણતા જ હતા કે બીજાના વિચારો ખોટા છે. થોડો સંકોચ,
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy