________________
નમો અરિહંતાણમ્ મંત્ર
છત્રી વિશે પૂછવામાં આવે તો ધ્યાન રાખજે કે એ ‘મારી છે’ મુલ્લાની બેચેની સ્વાભાવિક છે. છત્રીનો નંબર પણ આવશે.
આખી જિંદગી સુધી, ઊઠતાં બેસતાં, મારું બધું ક્યાં છે એની ફીકર છે. કોઇ બીજું તો મારી ચીજ પર કબજો જમાવીને બેસી જતું નથી ને ? કોઇ બીજા તો મારી ચીજનો માલિક બની જતો - નથીને? વસ્તુઓ કોની બની જાય છે એ પ્રશ્ન નથી. વસ્તુઓ તો ક્યારેય કોઇની બનતી નથી. વસ્તુઓને તો ખબર જ નથી કે એ કોની છે. મહાવીર કહે છે કે તમે લડો છો, મરો છો, ખતમ થઇ જાઓ છો, પરંતુ વસ્તુઓ ત્યાંની ત્યાં પડી રહે છે. વસ્તુઓ કોઇની હોતી નથી. એક જમીનનો ટુકડો, જેને તમે તમારો માનો છો, તે પહેલાં બીજી કેટલી વ્યક્તિઓનો થઇ ચૂક્યો છે તેની તમને ખબર છે? કેટલાય લોકો એ જમીનના ટુકડા પર પોતાનો દાવો સિદ્ધ કરી ચૂકેલા છે. પરંતુ એ જમીનના ટુકડાને એની કાંઇ ખબર નથી. હક-દાવો કરનારા આવે છે અને જાય છે. જમીનનો ટુકડો ત્યાં પડી રહે છે. બધા હક અને દાવા કાલ્પનિક છે.
૯૭
તમે જ એ જમીનના ટુકડા માટે તમારો દાવો, તમારો અધિકાર જમાવવા માગો છો. તમે બીજા એવો દાવો કરનાર સાથે લડો છો. માથાં ફૂટે છે ને હત્યાઓ પણ થાય છે. કોર્ટ કચેરીમાં વર્ષો સુધી ઝઘડા ચાલે છે. પરંતુ એ જમીનનો ટુકડો તટસ્થ છે, ત્યાંનો ત્યાં પડયો રહે છે. જમીનના ટુકડાને ઝઘડાઓ વિશે કાંઇ ખબર નથી. જો જમીનના ટુકડાને ખબર હોય તો એનો ઢંગ જુદો જ હોય ! એ ટુકડો કહેશે કે આ માણસ મારો છે. જેમ માણસ કહે કે આ જમીન મારી છે, તેમ એ જમીન કહી શકે કે આ માણસ મારો છે ! કોણ જાણે જમીનો પણ આપસમાં લડતી હોય ! જમીનને પણ તે કોની માલિક છે તેની ખબર હોવી જોઇએ !
દરેક વ્યક્તિને પોતે શેની માલિક છે તેની ખબર છે. આપણી માલિકી માટે આપણે એટલા ઉત્સુક છીએ કે કોઇ જીવતો માણસ આપણી માલકીનો સ્વીકાર ન કરે, તો એને મારીને, સજા કરીકરાવીને પણ એના માલિક થવા માગીએ છીએ.
એટલા માટે જ આપણું જીવન હિંસાથી ભરેલું છે. જ્યારે એક પતિ એક સ્ત્રીનો માલિક બની જાય છે, જ્યારે એને પત્ની બનાવી લે છે ત્યારે એ સ્ત્રી તો લગભગ નવાણું ટકા મટી જ જાય છે. એક અર્થમાં માર્યા વિના માલિક બનવું મુશ્કેલ છે. કારણકે દરેકને માલિક થવું હોય છે. જો માણસ જીવતો રહેશે તો માલિક બનવાની કોશિશ ક્યારેક પણ કરશે જ કરશે.
ધ્યાનમાં રાખો કે ભવિષ્યમાં સ્ત્રી પર કે પુરૂષ પર માલિકીપણાની સંભાવના ઓછી થતી જશે. જો સ્ત્રીઓને સમાનતાનો હક અપાશે તો એ પત્ની થવાનું પસંદ નહીં કરે. જ્યાં સુધી સ્ત્રીનો કોઇ હક કબૂલ રખાતો નથી, ત્યાં સુધી જ એ પત્ની બની શકે છે. સ્ત્રીને વ્યક્તિ તરીકે પૂરી મારી નાખ્યા વિના એ પત્ની બની શકતી નથી. એ પોતે નહિવત્ થઇ જાય તો પતિ, માલિક ટકી શકે. પરંતુ જો એને સમાનહક મળે તો પતિ બનવાનો કોઇ ઉપાય નથી. હવે તો પત્ની મિત્રથી વધુ હોવાની