________________ ACTS 'જૈન પત્રકાર અને પત્રો, જૈન પત્રકાર એવો હોય, જેની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈન દર્શનમાંથી સાંપડેલી આગવી દષ્ટિ હોય, જૈન ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય. લોકશિક્ષણનો આચાર્ય, અદ્ભૂત નિરીક્ષણ અને સ્પંદન સાથે, વૃતાંત્ત ને વિવેકબુદ્ધિ અને તટશ્યના કાંઠા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ કરે તે આદર્શ પત્રકાર. જૈન પત્રો અસત્ય અને અન્યાયને સ્થાને સત્ય અને ન્યાય, હિંસાને સ્થાને અહિંસા, પરિગ્રહને સ્થાને દાન અને ત્યાગ, વૈચારિક સંઘર્ષને સ્થાને અનેકાંત દ્વારા સામંજસ્યની પ્રતિષ્ઠાનો સમ્યક પુરુષાર્થ કરે છે. જેની નિતિમાં ચતુર્વિધ સંઘ અને જિનશાસનનું હિત અભિપ્રેત છે.