________________
જૈન પત્રકારત્વના આરાધનાને પર્યુષણનો પ્રેમપત્ર’ (તા. ૧-૯-૭૨)
એક ઉત્કટ પ્રેમી જ આવો પત્ર પોતાની પ્રેમિકાને લખી શકે. સાદી-સરળસૌમ્ય ભાષામાં આરાધનાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે, આરાધના સમયે કયા પરિબળોનું ધ્યાન રાખવું જોઈએ? અને પર્યુષણ પર્વ શા માટે છે ? એનું યુવાનોને ગમી જાય એવી સુંદર શૈલીમાં આલેખન કર્યું છે. “પર્યુષણ પ્રત્યે સાચો પ્રેમ હોય તો તારું સમગ્ર વ્યક્તિત્વ મારામાં ઓગાળી નાખ. મારામય બની જાય. તું-હું-ના ભેદ ના રહે તેવી એકાકાર બની જા. તારા રોમેરોમમાંથી સતત અહોનિશ મારો જ નાદ ગુંજવા દે. તારા પ્રત્યેક ધબકારમાં મને જ ધબકવા દે. દેહભાવને વિસરી આત્મભાવને સ્મરણમાં રાખ.”
જો આરાધના પર્યુષણ પર્વને ખરેખર પ્રેમ કરે તો મોક્ષરૂપી શિવરમણીને અવશ્ય પામે. દેહભાવને ભૂલી આત્મભાવને સ્મરણમાં રાખવાથી જ આત્માના શુદ્ધ નિજ સ્વરૂપને પામી શકાય છે. કેટલા પ્રેમભર્યા શબ્દોથી એમણે આત્માના નિજ સ્વરૂપને પામવાનો માર્ગ દર્શાવ્યો છે. - શ્રી ગુણવંત શાહની ત્રીજી વિશિષ્ટતા હતી Lay-૦પાની. લેખની સામગ્રીને કેવી રીતે રજૂ કરવી તેની દષ્ટિ હતી. તેથી જ તેમના અંકોનું Lay-out હંમેશાં અદકેરું રહ્યું હતું. પ્રસંગ અને વાચક બનેનો જુદા જુદા દષ્ટિકોણથી વિચાર કરીને તે પ્રમાણે લેખોનું ચયન કરતા. વળી નાના-મોટા ટાઈપ વાપરીને અને સ્પેસ છોડીને લેખને આગવો ઉઠાવ આપતા હતા. એમની પાસે આકર્ષક શીર્ષકો રચવાની કળા હતી અને આકર્ષક માહિતીને બોક્સમાં મૂકીને એ લખતા હતા. એ રીતે દરેક પ્રકારના પ્રેક્ષક વર્ગને આકર્ષતા.
| ‘જિન સંદેશ - વર્ષ -૨નો પર્યુષણ વિશેષાંક અને મિચ્છામી દુક્કડમ્ પૂર્તિ - અંક ૩૬-૩૭-૩૮, તા. ૧-૯-૭૨નું Lay-out ખૂબ સુંદર છે.
પર્યુષણ વિશેષાંમાં પ્રથમ પર્યુષણના આઠ સંદેશ’ મધ્યમાં ‘આરાધનાને પર્યુષણનો પ્રેમપત્ર અને દેહથી વીર.... દિલથી મહાવીર' (ડો. કુમારપાળ દેસાઈ) છે ને છેલ્લે પાને
૨૧૧