________________
જૈન પત્રકારત્વ
આવી તેજાબી અને ખુમારીભરી તેમની કલમ હતી.
આ ઘટનાના નવ મહિના પહેલાં શ્રી ચિત્રભાનુજીના લગ્નની ઘટના બની ત્યારે તેમણે કરેલો બચાવ કે, “જે કન્યાને હું પ્રેમ કરું છું તેનો જાહેરમાં સ્વીકાર શા માટે ન કરવો ?’’ તેની સામે ઈશ્વર પેટલીકરે લેખ લખ્યો. ‘લગ્ન અંગે ચિત્રભાનુનો પાંગળો બચાવ'. તેમાં તેમણે લખ્યું કે - ‘વર્ષોથી પ્રેમમાં હતાં તો સાધુજીવનમાં ચિત્રભાનુએ કેટલાં વરસ દંભ ચલાવ્યો ?' - ‘દેશમાં ઉહાપોહ ન જીરવી શકાય તે માટે વિદેશની ધરતી પર મીંઢળ બાંધ્યાં ? કે...’
આની સાથે જ બીજો લેખ સારાભાઈ એન. શાહનો તેમણે પસંદ કર્યો ‘સમાજ નહીં જાગે તો આવા અનેક ચિત્રભાનુ સર્જાશે.' અને સાથેસાથે શ્રી શાંતિલાલ શેઠનો ‘ચિત્રભાનુને ખુલ્લો પત્ર” લેખને સ્થાન આપ્યું.
એક બાજુ ઘણા ઉચ્ચ કોટીના લેખો પ્રગટ થતાં આચાર્ય તુલસી, યશપાલ જૈન, મુનિરાજ શ્રી જંબુવિજયજી, સાધ્વી સંઘમિત્રા જેવાં વિદ્વાનોના માર્મિક લેખો પ્રગટ કરતા હતા. આ લેખોની પસંદગીમાં પણ એમનું આગવું ધોરણ હતું.
જૈન સમાજને જગાડવા માટે એની કુપમંડુક્તામાંથી બહાર આવવા માટે હાકલ કરતાં હતાં તો બીજી બાજુએ ‘જૈન દષ્ટિએ મહર્ષિ અરવિંદ, વિનોબાજીના મૌનના પ્રસંગો જેવા લેખો આપીને વ્યાપક ફલક પર જૈન ધર્મના સિદ્ધાંતો મૂકી
આપતા હતા.
એમનો બીજો લેખ છે – ‘પર્યુષણનું પોસ્ટમોર્ટમ - મહાવીરની મજાક હવે બંધ કરો’. (તા. ૧-૧૦-૭૨)
-
પર્યુષણ પર્વ દરમિયાન થતાં આરંભ-સમારંભો વિશે વિગતે છણાવટ કરી છે. શ્રોતાઓ વિશે, દાનેશ્વરો, સ્ત્રીઓનાં કપડાં – આભૂષણો વિશે, ભૌતિક પ્રદર્શનો, શિસ્તવિષયક, સ્વામિવાત્સલ્ય ઇત્યાદિ વિષયક પર ધારદાર ચાબખા માર્યા છે. લેખને અંતે લખે છે કે, “જૈન ધર્મનો વધુ રચનાત્મક પ્રચાર થાય એવી વ્યવસ્થા હવે નહીં થાય તો એક બાજુ પર્વની ઉપાસનાનો દેખાવ થશે અને બીજી બાજુ જગતના ચોકમાં થશે પર્વની ઉપહાસના.’’
શબ્દોનો સમન્વય સુંદર શૈલીમાં કર્યો છે. છતાં તેજાબી, તેજસ્વી છટા
અકબંધ રીતે જાળવી રાખી છે.
૨૧૦