________________
ફાળો નાનોસૂનો ન હતો. તેમનાં પ્રકાશનો :
જૈન પત્રકારત્વ
– જૈન યુક સંઘનું પાક્ષિક ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૩૭ની ૧લી નવેમ્બરથી શરૂ થયેલ. આ મુખપત્રના તંત્રીસ્થાનેથી પરમાનંદભાઈનો પત્રકાર તરીકેની શક્તિનો પરિચય થાય છે. એ પહેલાં
- ૧૯૩૦માં તેમણે ઉપનગર સત્યાગ્રહ પત્રિકા ચલાવેલી.
- ૧-૧-૩૪ થી ૧-૧-૩૭ સુધી ‘તરુણ જૈન’નું સંપાદન કરેલું.
‘પ્રબુદ્ધ જૈન’ દ્વારા પત્રકાર તરીકેનું એમનું વ્યક્તિત્વ પાંગરેલું જોવા મળે છે. એ દ્વારા એમની આત્માભિવ્યક્તિને મોકળાશ મળી - જેનાથી વિશાળ વાચકવર્ગ આકર્ષિત થયો જે તેમની તટસ્થ, તાજગીભરી, તર્કબદ્ધ વિચારણા પ્રગટ કરે છે. ઈ.સ. ૧૯૫૩ના મે-૧લી તારીખથી એ પાક્ષિકનું સાંપ્રદાયિક નામ દૂર કરી ‘પ્રબુદ્ધજીવન’ નામ આપ્યું - જે આજ સુધી ચાલે છે. ગુજરાતી પત્રકારત્વમાં આ એક અગ્રગણ્ય વિચારપત્રનું સ્થાન ધરાવે છે.
જૈન
યુવક સંઘે તેમના લેખસંગ્રહ ગ્રંથબદ્ધ કર્યા છે અને તે પ્રકાશિત થયા છે. સંઘ તરફ્થી તે સંગ્રહમાંના કેટલાક પ્રસિદ્ધ સંગ્રહોનાં નામ છે(૧) સત્યં શિવં સુંદરમ્ - ૧૯૫૪. (‘પ્રબુદ્ધજીવન'માં પ્રગટ થયેલ લેખોનો સંગ્રહ.
(૨) ચિંતનયાત્રા.
(૩) અહિંસાની અધૂરી સમજણ પુસ્તિકા.
(૪) આધુનિક જૈનોનું કલાવિહીન ધાર્મિક જીવન.
(૫) અંત સમય આસપાસ.
અન્ય લેખો છે - વિજ્ઞાન અને ધર્મ, દર્શન અને જીવન, નિરામિષ આહાર, ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર, જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન અને પ્રવાસલેખો.
તેમનાં લખાણોમાં વિચારોની વિશદતા, દલીલોની તર્કબદ્ધતા, વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. રોચક, સુઘડ અને સ્પષ્ટ શૈલીમાં.
‘“આ લખાણોમાંથી એમનું નિખાલસ, નિર્દેશ અને ન્યાયપ્રિય પત્રકાર
૨૦૫