________________
જૈનોનું કલાવિહીન ધાર્મિક જીવન' એ શીર્ષકકથા અઢાર હપ્તાની એક લાંબી લેખમાળા ૧૯૨૦માં લખેલી તે પાછળથી પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ છે. એમાં એમણે તર્કને અસંગત એવી અનેક ધાર્મિક પ્રક્રિયાઓની આલોચના કરી. પરિણામે સમાજ સાથે એમને અથડામણોમાં આવવું પડ્યું. તેઓ સુધારાના પ્રચારક હોવા છતાં એમના વ્યવહારમાં ક્યાંય દ્વેષ, અવિચાર, આતંક, દંભ,
સ્વાર્થ કે સત્તાશોખ જોવા મળતાં નથી. વ્યાપક પ્રેમભાવના પર મંડાયેલો આ હતો વિશુદ્ધ જીવનવ્યવહાર. એમના વ્યવહારમાં વણાઈ ગઈ હતી આ પંક્તિ -
"You have never turned the wrong to right, you have been coward in the fight. (Charles Mackensy)
અર્થાત્ “અન્યાયોના કરે ન જાય, ખરે યુદ્ધભેરુ કહેવાય
કાંતિવાદી પ્રવૃત્તિ: અસત્યનો પ્રતિકાર, અન્યાયનો પ્રતિકાર એમનો જીવનધર્મ હતો.
પ્રતિકારશૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે. એ હતો એમનો જીવનમંત્ર. એ પ્રેરણાથી એમણે ૧૯૨૮ના નવેમ્બર માસમાં શ્રી રતિલાલ કોઠારીની આગેવાની નીચે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી. અને સંઘના આશ્રયે આંદોલન ચલાવ્યું. સમાજની જૂનવાણી વિચારણા અને તર્કવિહીન બાલદીક્ષા સામે, તેમજ જૈન સમાજની સ્થિતિ ચુસ્તતા અને જૈન સાધુઓની નિષ્ક્રિયતા, પાખંડ અને પામરતા સામે, ધર્માર્થે મળેલ દ્રવ્યનો અનુચિત ઉપયોગ, સ્ત્રી-પુરુષ સમાનતા, ફરજિયાત વૈધવ્યપાલનનો વિરોધ, અસ્પૃશ્યતા સામે આંદોલન - આ બધાં યુવક સંઘના કાર્યક્ષેત્રો હતાં. એ નોંધપાત્ર છે કે આ બધાં આંદોલને ત્યારે સમાજ પર ગહેરી અસર કરેલી અને કેટલાક વિચારોએ જૈન સમાજને ખળભળાવી પણ મૂકેલો. અમદાવાદના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે એમને સંઘબહાર પણ મૂક્યા, પરંતુ એમની શુભ નિષ્ઠાથી ધીરજલાલ ટોકરશી શાહની આગેવાની હેઠળ અમદાવાદના જૈન યુવકોએ એમનું સન્માન પણ કર્યું. પછી તો અનેક સ્થળોએ અમનું સન્માન થયું. આમ, જૈન ધર્મના પ્રચલિત દૂષણો અને મિથ્યાચારો દૂર કરવામાં એમનો
૨૦૪