________________
રાજાજ જૈન પત્રકારત્વ
જ એ વાતથી સંપૂર્ણ વાકેફ હોવા છતાં મુસાધુઓનાં દૂષણોથી સમાજને માહિતગાર કર્યા વગર તેઓ રહી શકતા નહોતા, તેથી જ જૈન સમાજના મોટા ભાગના હૃદય ઉપર પ્રભુત્વ ધરાવતા જબરજસ્ત સાધુઓની છેડછાડ એમણે અવશ્ય કરી છે. તે સમયે અનાચાર, પાખંડ, દંભ, નિષ્ક્રિયતા અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સમાજમાં ફૂલ્યુંફાલ્યું હતું અને તેથી પાખંડી સાધુઓને ઉત્તેજન મળતું હતું જેનો જબરજસ્ત વિરોધ વાડીલાલે જૈન સમાચાર અને જૈન હિતેચ્છુના અનેક લેખો દ્વારા કર્યો છે. ' કહેવાય છે કે, “સત્ય, પ્રિય, હિતકર બોલો.' વાડીલાલ સત્ય અને હિતકર બોલવાના આગ્રહી હતા અને પત્રકારનો એ ધર્મ છે એમ પણ સમજતા હતા. છતાં પ્રિય લાગે એ રીતે કહી શકતા નહોતા. નગ્ન સત્ય કહેવા તેજાબી શબ્દો વાપરતા જેના પડઘા તત્કાલીન સમાજમાં અવળા પડ્યા હતા. સાધુઓ સાથેના એમના સંઘર્ષ અગણિત હતા અને એમનાં સત્યપ્રીતિ અને ખમીરવંતાં લખાણો છતાં કટુ ભાષા, વિરોધને નોતરતી હતી. જૈન સમાચારના કેટલાક એમનાં મંતવ્યો સામે બદનક્ષીના દાવા મંડાયા હતા. એ કારણ ૧૯૧૨માં એમને બે માસની આસાન કેદની સજા થઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે ન્યાયાધીશે એમના જજમેન્ટમાં કહ્યું હતું કે, - જૈન કોન્ફરન્સનો ઉત્સાહપૂર્વક કાર્યવાહક, આ કેસનો આરોપી, કોન્ફરન્સને દ્રવ્ય અપાવવા ઇચ્છતો હતો. આ આસાન કેદને પરિણામે વાડીલાલે ‘મોંઘી કિંમતે મળેલો અનુભવઃ જેલયાત્રા' નામે પુસ્તક લખ્યું હતું. આવા કેટલાય દુઃખદાયક બનાવોને કારણે એમને માટે આ અનાદર જીરવવાનું મુશ્કેલ બની ગયું. એ સમયે મુનિશ્રી નાનચંદજીએ એમને લખ્યું કે, ‘પક્ષપાતરહિત દરેક વ્યક્તિ તમારી સમ્પ્રવૃત્તિને જોઈ રહી છે. હંમેશાં ઉત્તમ કામ બજાવનારનું કુદરતના દરબારમાં શ્રેય જ થાય છે અને ખરો ન્યાય આપણને દરેકને અવશ્ય મળવાનો છે, માટે હિંમતભેર હિતેચ્છુનું મિશન ચાલુ રાખશો. જૈન વર્ગમાં કદર કરનારા બહુ થોડા નજરે પડે છે, પણ જેને હૃદયચક્ષુ હશે તે તો જોશે જ અને અમીદષ્ટિવાળા કદર પણ કરશે. આપત્તિ પર આપત્તિ પડવા છતાં જૈન સમાજની સેવા માટે સતત પ્રયાસ કરો છો એ જોઈ આનંદ થાય છે. અને તમારી શક્તિઓમાં વૃદ્ધિ ઇચ્છવાની પ્રેરણા થાય છે.' (વા. મો. શાહનો
૧૮૫