________________
જ જૈન પત્રકારત્વ અજાજ ઑફિસ શરૂ કરવામાં આવી અને ત્યાંથી હિન્દી ભાષામાં “જૈનપ્રકાશ” પાક્ષિકનું પ્રકાશન શરૂ થયું.
થોડાં વર્ષો બાદ મુંબઈ ઑફિસ દ્વારા “જૈનપ્રકાશ' ગુજરાતી ભાષામાં પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તેના વ્યવસ્થાપકરૂપે એમ. જે દેસાઈની નિમણુક થઈ. જૈનપ્રકાશ પાક્ષિકના તંત્રી સ્વ. ખીમચંદ મગનલાલ વોરા કૉન્ફરન્સના માનદ્ મંત્રીરૂપે પણ સેવા આપતા હતા. બે પદનું ઉત્તરદાયિત્વ વહન કરવું તેમને માટે સરળ ન હતું એટલે તેમણે એમ. જે. દેસાઈને જૈનપ્રકાશ'ના સહસંપાદક તરીકે સેવા આપવા પત્ર લખ્યો અને મહાસુખભાઈએ તેનો સ્વીકાર કર્યો. શ્રી વોરાની નિવૃત્તિ બાદ તેઓ આ પત્રના તંત્રી બન્યા. | મહાસુખભાઈની લેખનશૈલીએ સમાજ માટે કંઈક કરી બતાવવાની તમન્ના, જૈન ધર્મ પ્રત્યેની ભક્તિ, પોતાની મર્માળી ભાષા, જૈન ધર્મના સિદ્ધાન્તો સરળ ભાષામાં પ્રગટ કરી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નવચેતના જગાવી.
તેઓ ઉપાશ્રયો અને જૈન સંસ્થાઓમાં થતાં દીક્ષા, તપસ્યા, જૈનશાળાની પ્રવૃત્તિના, ચાતુર્માસની આરાધના, પર્યુષણ પર્વના કાર્યક્રમોના ટૂંકા અહેવાલો જૈનપ્રકાશમાં નિયમિત પ્રગટ કરતા.
જૈન પ્રકાશમાં ધાર્મિક અને આધ્યાત્મિક લેખો અને સમાચારો પ્રગટ કરવાનો તેમનો ઉપક્રમ હતો.
જૈન પ્રકાશમાં પોતે પણ અવારનવાર લખતા. તેમનાં લખાણોમાં જે વાવીએ તે ઊગે, જે કરેતે ભોગવે”, “સમયની માંગ જૈન સાહિત્યનું નિર્માણ", 'ભગવાન મહાવીરનો સંદેશ”, “બાહ્ય દષ્ટિ અને અંતરદષ્ટિ” જેવા વિશિષ્ટ ચિંતનસભર લેખો લખતા.
સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘના મંત્રી, જૈન કૉન્ફરન્સ અને બૃહદ મુંબઈ જૈન મહાસંઘના મંત્રી તથા શ્રાવિકાશ્રમના મંત્રી તરીકે તેમણે ખૂબ જ યોગદાન આપેલું.
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે તે વિસ્તારમાં જઈ સેવા બજાવતા. સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ મુંબઈના પાક્ષિક પત્ર ‘દશા-શ્રીમાળીમાં તેમની તંત્રી તરીકે નિમણુક થઈ. ‘દશા-શ્રીમાળી'
૧૨૫