SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પાપા જૈન પત્રકારત્વ પાપ ધોવાં, પથારી ઉપાડવી, પાણી ગરમ કરવું ઈત્યાદિ. ઘરમાં દીકરા, વહુઓ, નોકર બધાં જ હતા, પણ સંભવત: કોઈને પણ કશું કામ કરવાનું કહેતા ન હતા. બહુ જ નાની ઉંમરથી ચૌદશનો ઉપવાસ, પ્રતિક્રમણ ઇત્યાદિ કરતા. લગભગ ૬૫ વર્ષ સુધી આ નિયમનું પાલન કર્યું. ૬૦-૬૫ અઠ્ઠાઈઓ (આઠ દિવસના ઉપવાસ), ૧૦૦૧૨૫ નવપદજી (નવરાત્રી)ના નવ દિવસના આયંબિલ તપ કર્યા. આયંબિલ દરમિયાન મંદિરમાં માત્ર ખમાસમણાં ઇત્યાદિ કરતા અને પૂજા ઘેર વાંચતા. ૮૯ વર્ષની ઉંમરે છેલ્લી અઢાઈ કરી. તેઓ કહેતા, “શક્તિ પ્રમાણે તપ કરવું જ જોઈએ. તેનાથી ઓછું કે વધારે પણ નહીં. શક્તિથી વધારે તપ કરવાથી અહંકાર અને મિથ્યાત્વનો ભાવ જાગે છે; ઓછું કરવાથી પ્રમાદ ઉપર વિજય પ્રાપ્ત થતો નથી.” પૂ. બાપજીએ ૪૨ વર્ષ (૧૯૬પથી ૨૦૦૭) પત્ની રૂપકુંવરનો વિયોગ સહજ અને સમતાપૂર્વક સહન કર્યો. તેમનું જીવન ગાંધીજીથી પ્રેરિત હતું. ખાદી પહેરતા હતા. રૂમાલ, ટુવાલ, જૂતાં બધું જ ખાદીભંડારમાંથી લાવતા હતા. જરૂરિયાતો ઓછામાં ઓછી રાખતા. ૪૦ વર્ષ પહેલાં વર્ષમાં રૂા. ૫૦ (પચાસ)ના સ્વખર્ચનું લક્ષ્ય હતું. મોંઘવારીને કારણે વધુમાં વધુ રૂ. ૨૦૦૦ થઈ ગયું હશે. ધોતી, ઝભ્ભો, ટોપી અને બંડી જ પહેરતા, પરંતુ કોઈ રૂઢિ ન હતી. સત્ય અને પ્રેમની એક ઝલક: ભાગીદારીના ધંધામાં ગડબડ થતી દેખાઈ એટલે છૂટા થઈ ગયા. આર્થિક તંગીએ તેમને ભીંસમાં મૂક્યા. નોકરી કરવા નીકળીપ પડ્યા. શેઠજીએ થોડા દિવસ બાદ કહ્યું કે બે નંબરનો હિસાબ પણ રાખવો પડશે. તેમણે ના પાડી અને પગાર ચારસો રૂપિયાથી અઢીસો રૂપિયા થઈ ગયો. આ સમય એવો હતો કે જ્યારે ડૉક્ટરની ફી પણ બાકી રહેતી. ભલે બાકી રહે, પણ ઈમાનદારી-સત્ય સૌથી પહેલું હોય. રાજકારણમાં સ્વાર્થનો પ્રવાહ જોઈને તેમણે રાજકારણનો સદંતર ત્યાગ કરી દીધો. મુંબઈ આવ્યા પછી સેવાના નવા અનેક ક્ષેત્રો ખુલ્યાં, જેમાં એક કામ આજીવન ચાલ્યું. એ હતું બહારથી આવતા વિદ્યાર્થીઓને મદદ કરવી. અજાણ્યા વિદ્યાર્થીઓની સાથે જઈ તેમને છાત્રાલયમાં દાખલ કરાવવા; સી.એ. કોર્સ માટે આર્ટિકલ તરીકે રખાવવા, તેમના માટે ડિપોઝિટ ભરવી, નોકરી અપાવવી વગેરે.
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy