________________
૨૪
શ્રાદ્ગુણવિવરણ
પણ પાંચપાકર, ત્રિપાકરરૂપ બીજા નામથી આમત્રણ કરે છે. અનુક્રમે તે વૃત્તાંત લકાના જાણવામાં આવ્યાથી લાકાએ તે શેઠનું વંચકશ્રેષ્ઠી એવું ખીજી' નામ પાડયું. એક વખતે શેઠના પુત્રની વહુએ પેાતાના સ્વામીને પૂછ્યું કે, ‘શા કારણથી પિતા તમને બીજા નામથી ખેલાવે છે ?” તે શેઠના પુત્રે પેાતાની ભાર્યોને વ્યાપાર સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. તે મિષ્ટ વહુએ શેઠને વિન ંતી કરી કહ્યું કે આવી રીતે પાપના વ્યાપાર વિગેરેથી ઉપાન કરેલું દ્રશ્ય ધર્માંકા માટે અને ભેગ માટે થતું નથો અને ઘરમાં પશુ રહેતું નથી, તે કારણુથી ન્યાયથી અર્થતે ઉપાર્જન કરવા કલ્યાણકારી છે.’ શેઠે કહ્યું, ‘ન્યાયથી વ્યાપાર કરતાં કેવી રીતે નિર્વાહ થાય અને કાઈ પણ લેક વિશ્વાસ ન રાખે.' પછી વહુએ કહ્યું કે વ્યવહારથી શુધ્ધ હોય તે ચાહું પશુ દ્રવ્ય ઘણું થાય છે અને ઘરમાં ટકી રહે છે, તથા સારા ક્ષેત્રમાં વાવેલા ખીજની પેઠે ઘણાં ફળવાળુ થાય છે અને નિઃશ કપાએ ભેગ વિગેરેની પ્રાપ્તિથી મનને સુખ અને સમાધિના લાભ થાય છે. જો તમને વિશ્વાસ ન હોય તે છ મહિના સુધી તુચ્છ ધંધાના ત્યાગ કરી ન્યાયવૃત્તિથી વ્યાપાર કરા.' પછી શ્રેષ્ઠીએ વહુના વચનથી તેવી રીતે કર્યું. છ મહીનામાં તેણે પાંચ શેર પ્રમાણુ સુત્ર ઉપાર્જન કર્યું. તે શ્રેણીના સત્યવાદીપણાથી અને સત્યકારીપણા વિગેરેથી સવે ઘરાકે તેની દુકાને આપલે કરવા લાગ્યા. લેાકેામાં તેની કીર્ત્તિ પ્રસરી અને લેાકેામાં વિશ્વાસ થયા. તે શેઠે સુવર્ણ લાવીને વહુને આપ્યુ. વહુએ કહ્યુ` પરીક્ષા કરો. પછી તે સુવર્ણની પાંચ શેરી કરાવી, તેને ચામડાથી મઢી અને પેાતાના નામથી અ ંકિત કરાવી ત્રણ દિવસ સુધી રાજમાગ'માં મૂકી પણ કોઈએ દેખી નહુિ. પછી તેને લાવી કોઈ મ્હોટા જળાશયમાં નાખી. તેને કાઈ મચ્છ ગળી ગયે, તે મચ્છ કાઈએક માછીની જાળમાં પડ્યો. માછીએ તેને ફાડ્યો કે તરત જ તેના ઉદરમાંથી પાંચશેરી નીકળી. તે માછીએ નામથી તેને ઓળખી. ત્યાર પછી તે માછી તે પાંચશેરી શેઠની દુકાને લાગ્યેા. શેઠે કાંઈક આપી ગ્રહણુ કરી લીધી, અને શ્રેષ્ઠીને વહુના વચન ઉપર વિશ્વાસ થયા. પછી શુદ્ધ વ્યવહારમાં તત્પર તે શ્રેષ્ઠીએ ધણું વિત્ત ઉપાર્જન કર્યું. અને સસ ક્ષેત્રમાં અનેક પ્રકારે વ્યય કરતાં મહત્તા પામ્યા. તે પછી સપૂર્ણ લેાકેા આ શેઠનુ ઉજવળ દૃશ્ય છે એવા વિચાર કરી વ્યાપારાદિને અર્થે વ્યાજ આપવા વિગેરેથી ગ્રહણુ કરવા લાગ્યા. વહાણુ ભરવામાં પણ વિઘ્નની નિવૃત્તિને અથે તેના જ દ્રવ્યને નાખવા લાગ્યા. કાળે કરી તેના નામથી સર્વત્ર વૃદ્ધિ થાય છે એવા વિચારે કરી વહાણુ ચલાથવાની વખતે લેાકેા હજુ સુધી હૅલ હેલઉ એમ ખેલે છે. એવી રીતે શુષ્ય વ્યવબહાર આ લાકમાં પણ પ્રતિષ્ઠાના હેતુ થાય છે તેથી ન્યાય છે તે જ પરમાર્થથી અપાનના ઉપાયમાં રહસ્ય છે, કહ્યું છે કે—
सुधीरर्थार्जने यत्नं कुर्यान्न्यायपरायणः ।
न्याय एवानपायेाऽयमुपायः संपदां पदम् ॥ १ ॥