SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણું ववसायफलं विहवो, विवहस्स फलं सुपत्तविणिओगा। तयभावे ववसाओ, विहवोवि य दुग्गइनिमित्तं ॥१॥ શબ્દાર્થ-વ્યાપાર કરવાનું ફળ પૈભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિયોગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ ગતિના હેતુ થાય છે. અન્યાયથી ઉપાર્જન કરેલા વ્યવડે કુપાત્રના પિષણ વિગેરે કરવાહ૫ ચોથો ભાં જાણ. આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરુષોને નિંદનીક હેવાથી અને પરકમાં દુર્ગતિને હેતુ હોવાથી વિવેકી પુરુષોએ ત્યાગ કરવો એગ્ય છે. કહ્યું છે કે अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् । धेनुं निहत्य तन्मांसाक्षाणामिव तर्पणम् ॥१॥ શબ્દાર્થ-અન્યાય થી ગ્રહણ કરેલા દ્રવ્યનું દાન (કપાત્રને) કરવું તે અત્યંત દેષ ઉત્પન્ન કરવાવાળું છે જેમ કેઈ ગાયને મારીને તે માંસથી કાગડાઓને તૃપ્તિ કરાવે તેના જેવું છે. ૧ વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે अन्यायापार्जितैवित्र्यत् श्राद्धं क्रियते जनैः। तृप्यते तेन चांडाला बुक्कसा दासयोनयः ॥२॥ શબ્દાર્થ—અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યોથી જે લોકે શ્રાદ્ધ કરે છે. તેનાથી ચાંડાળો, વર્ણશંકર તથા દાસનો યૂનિમાં ઉત્પન્ન થયેલા તૃપ્ત થાય છે ( પિતૃ તૃપ્ત થતા નથી ) ૨ જેથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય થોડું આપેલું પણ કલ્યાણ માટે થાય છે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યું હોય તે પણ ફળ રહિત થાય છે, અન્યાયની વૃત્તિથી અર્જન કરેલું દ્રવ્ય આ લેક અને પરલેકમાં અહિતના અથે જ થાય છે, કેમકે આ લેકમાં લેકવિધ આચરણ કરવાવાળા પુરુષને વધ, બંધનાદિ દોષે પ્રાપ્ત થાય છે, અને પરલોકમાં નરકમાં પડવા વિગેરે રે થાય છે. કદાપિ દઈ માણસને પાપાનુબંધી પુણ્યકર્મના ફળને લઈને આ લેકની વિપત્તિ દેખાતી નથી તથાપિ પરિણામે તે અવશ્ય થવાની જ. કહ્યું છે કે पापेनैवार्थरागांधः फलमामेति यत्क्वचित् । बडिशामिषवत्तत्ताविनाश्य न जीर्यति ॥ १॥ શબ્દાર્થ અથના ગે કરી અંધ થયેલે મનુષ્ય પાપવો જો કે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy