________________
શ્રાદગુણવિવરણ કરી બાર વર્ષ વેશ્યાના ઘરમાં રહ્યા, અને ત્યાં નિરતર દશ દશ(મનુષ્ય)ને પ્રતિબંધ પમાડતા, ઈત્યાદિ નંદિષેણની કથા બીજા ગ્રંથથી જાણવી.
પૂર્વ કહ્યા પ્રમાણે દાનની રીતિમાં કુશળ અને ન્યાયથી દ્રવ્યને ઉપાર્જન કરનાર તથા સત્પાત્રનું પોષણ કરનાર ગૃહસ્થ સુંદર ભેગેને પ્રાપ્ત કરી અનુક્રમે મોક્ષ લક્ષ્મીના સુખને પામે છે.
ન્યાયથી પ્રાપ્ત થયેલ દ્રવ્યવડે જેવા તેવા પાત્રને પિષણ કરવારૂપ બીજો ભંગ જાણુ. આ ભાગે જ્યાં ત્યાં સંસારમાં માત્ર ભેગનું ફળ આપનારો થાય છે, પણ છેવટે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણની પેઠે કટુક ફળ આપનારો જ છે, જે કારણથી કહ્યું છે કે--“રાને મોનાનાાતિ પત્ર તો ઘરે
શબ્દાર્થ—“ દાનવડે જ્યાં ત્યાં (ભવમાં ભમતાં ભેગે પ્રાપ્ત થાય છે” (પણ મેક્ષ સુખ મળતું નથી.)
અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્યવડે સત્પાત્રને પોષણ કરવારૂપ ત્રીજો ભાંગે જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણું આરંભથી દ્રવ્ય ઉપાર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાંગે જણાવ્ય છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારૂં થાય છે.
खलेोऽपि गवि दुग्धं स्यादुग्धमप्युरगे विषम् ।
पात्रापात्राविशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥१॥ શબ્દાર્થ-બળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દૂર ઉત્પન્ન કરે છે અને દૂધ પણ સને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે.
તેવી જ રીતે તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળમાં પાત્રવિશેષથી મોટું અંતર છે. સના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું મૌક્તિક થાય છે.
મહાઆરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાપર્યા વિના મમ્મણ શેઠ વિગેરેની પેઠે દુર્ગતિના ફળને જ આપનારું થાય છે. કહ્યું છે કે