________________
શ્રાદ્ધગુણવિવરણ चूतांकुरकवलनतः काकिलकः स्वनति चारु न तु काकः । योग्यस्य जायते खलु हेतारपि नेतरस्य गुणः ॥८॥ શબ્દાર્થ-જેમ આંબાના મહેરનાં ભક્ષણથી કોયલ પક્ષી સુંદર શબ્દ કરે છે પરંતુ કઈ કાગડે કરતા નથી, તેમ જે યોગ્ય હોય તેને હેતુથી ગુણ થાય છે, પણ બીજા અયોગ્યને થતા નથી. ૮ * - ભાવાર્થ-- આંબાને મહાર કાયલ પણ ખાય છે અને કાગડે પણ ખાય છે. આ મહેરથી કેયલને સ્વર સુધરે છે અને સુંદર પંચમ સ્વરથી તે આખા વનને ગજાવી શ્રવણ કરનારને આનંદ આપે છે. આ જ મહાર કાગડે ભક્ષણ કરે છે પણ તેને દુઃસ્વર તેને તે જ રહે છે અને તે જ્યારે શબ્દ કરે છે ત્યારે શ્રવણ કરનારને કંટાળો આવે છે. મહારમાં સ્વર સુધારવાની શકિત જગજાહેર છતાં તે અપાત્રમાં પડવાથી નિષ્ફલ થાય છે, તે જ પ્રમાણે ધર્મમાં ઐહિક અને પારલૌકિક સુખ આપવાની શકિત છે તથાપિ અપાત્રમાં સ્થાપાયેલ તે ધમ નિષ્ફળ જાય છે, તેથી પગપાત્રને વિચાર કરે એ ખાસ જરૂરનું છે. ગ્યાયેગ્યને માટે ગ્રંથકાર સ્વયમેવ બીજા દાંતે બતાવશે જેથી અહીં આટલું કહ્યું છે.
યોગ્યતા અનેક પ્રકારની છે તે આ પ્રમાણે आने निवे सुतीर्थे कचवरनिचये शुक्तिमध्येऽहिवक्त्रे, औषध्यादौ विषद्रौ गुरुसरसि गिरौ पांडुभूकृष्णभूम्याः । इक्षुक्षेत्रे कषायगुमवनगहने मेघमुक्तं यथांभस्तद्वत्पात्रेषु दानं गुरुवदनभवं वाक्यमायाति पाकं ॥९॥
શબ્દાર્થ-જેમ વર્ષાનું પાણી આંબામાં, લીંબડામાં, સાર તીર્થમાં, કચરામાં, છીપમાં, સૂર્યના મુખમાં, ઔષધી વિગેરેમાં, ઝેરી વૃક્ષમાં, મેટા સરે વરમાં, પર્વતમાં, પીલી તથા કાલી જમીનમાં, સેલડીના ક્ષેત્રમાં. કષય વૃક્ષેના ગહન વનમાં પડવાથી જુદી જુદી રીતે પરિપાકને પામે છે તેમ ગુરુના મુખમાંથી નિકળેલું વાકય જેવા પાત્રમાં તેનું દાન થયું હોય તે અનુસારે પાકને પામે છે. હું
ભાવાર્થ-વર્ષાદનું પાણી એક જ સ્વભાવનું છે છતાં જુદા જુદા પત્રમાં પડવાથી તેનું પરિણામ કેવા પ્રકારનું થાય છે તે ગ્રંથકાર મહારાજે બતાવ્યું છે. જેમકે આમ્ર વૃક્ષમાં પડવાથી મિષ્ટ આમ્રરસ ઉત્પન્ન કરે છે, લીંબડાના વૃક્ષમાં પડવાથી કટુક રસ પેદા થાય છે, ઉત્તમ તોથમાં પડવાથી પવિત્રતાને પામે છે, કચરામાં પડવાથી નિંદનિક થાય છે, છીપમાં પડવાથી ઉત્તમ મૌક્તિક પામે છે, સર્પના મુખમાં પડવાથી પ્રાણઘાતક ઝેર નિવડે છે, ઔષધિમાં પડવાથી બૌષધિઉપ થઈ અનેક પ્રાણીઓને ફાયદા પહોંચાડે છે, ઝેરી વૃક્ષમાં પડવાથી પ્રાણનાથક