SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાહગુણવિવરણ જનક કથાનક મને કહી સંભળાવ, રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામનો પુરૂષ સાવધાન થઈ સજા પાસે યથાર્થ કથાને કહેવા લાગ્યો તે કથા નીચે પ્રમાણે છે લક્ષમીને આધારભૂત ગાંધાર દેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધાર નામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કઈક કુલ પુત્ર હતા. તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધન વૃત્તિવાળા તે બનેને કેટલે એક કાળ વ્યતીત થશે. કેઈ એક વખતે વિરેચનને ચોરોએ મારી નાંખે, જેથી તે મનહર નંદિગ્રામમાં દામોદર બ્રાહાણના પુત્રપણે ઉત્પન્ન થયો. કોઈ એક દિવસે તે દાદરને જઈ દેવાને મહેસવ થઈ રહ્યો છે તેવામાં તેના પૂર્વભવની ભાર્યા શંબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરાવી ભેજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દૈવયોગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણીએ બ્રાહ્મણેથી મંગળભૂત બનાવેલા દામોદરને જોયો, દામોદરે પણ તેવી જ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખલિત પ્રેમ ઉલ્લાસ પામ્યો. તે માટે કહ્યું છે કે – यं दृष्ट्वा वईते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શદા–જેને દેખીને નેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરૂષને મનુષ્ય જાણ જોઈએ કે એ મહારો પૂર્વભવને સંબંધી છે અગર વજન છે. ૧ છે વળી ઊહાપે હ કરવાથી અથત વિચાર કરવાથી દાદરને જાતિસ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એકચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાઘાણે મુકાવે છે પણ મૂકતા નથી. આ સ્ત્રીને સંસગ દામોદરના કુળને કલંકભૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણોએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેના વિયેગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલ અને ઉદ્વેગ પામેલે દામોદર પણ મરશ ૫. કોઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે. તે વનમાં તે વી જ અવસ્થાવાળી શબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ. ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવી જ પ્રીતિ પ્રગટ થઈ આવી;
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy