________________
२२०
શ્રાદ્ધગુણવિવરણ ચિંતાને જાણી લઈ મંત્રીઓએ કહ્યું કે- હે રાજન ! આ કાર્યસિદ્ધિ માટે તું ઘણા ખેદ વાળ ન થા. તે પછી મંત્રીઓએ કહેલું રામશેખર દેવની મૂટિકાનું આશ્ચર્યજનક માહાસ્ય સાંભળી મુખ્ય મંત્રી ઉપર રાજ્યભાર આરોપણ કરી ગુટિકા માટે ઉસુક થએલો અને રાજાઓમાં અગ્રગામી તે રાજા રામશેખર દેવના ભવન પ્રત્યે ચાલ્યો ગયો, તેટલામાં હે પ્રજાપતિ ! પરાક્રમના સ્થાનભૂત અને પરોપકાર કરવામાં જાગરૂક થએલો કોઈએક પુરૂષ ત્યાં આવી પહોંચ્યો. તે વખતે તત્કાળ આવેલા તે પુણ્યશાળી અને અસાધારણું પરાક્રમરૂપ ક્રીડામાં વિલાસ કરનારા ઉત્તમ પુરૂષ એક જ દિવસમાં તે શૂટિકા પ્રાપ્ત કરી અને તે જ વખતે દાનેશ્વરીમાં પ્રધાનપદ ભોગવતા તે મહાન પુરૂષે અમારા સ્વામિ રત્નપ્રભ નરેંદ્રને તે ગુટિકા અર્પણ કરી. તે લઈને તત્કાળ કૃતાર્થ થયેલ અમારે વામી પિતાના નગર પ્રત્યે પાછા આવ્યા કેમકે કાયની સિદ્ધિ થતાં ઉત્તમ વિચારવાળો પુરૂષ ખરેખર કોઈપણ ઠેકાણે વિલંબ કરી શકતો નથી. પછી તે ગુટિકાના પ્રભાવથી મહાસતી રત્નપતીને અષ્ટાપદ મહાતીર્થ સંબંધી યાત્રાને મરથ પરિપૂર્ણ થયે, તેથી તે અવસરે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગથી વિકાસ પામતે તે નગરીને સઘળે જનસમુદાય આનંદિત થયો અને તે માટે નિષ્કપટ મને વૃત્તિથી નગરમાં ધર્મ સંબંધી વધામણાં કરાવ્યાં. ત્યાર બાદ આકાશમાર્ગમાં ગમન કરવાની શક્તિ શિવાય આ અભિગ્રહ પૂર્ણ થવે ઘણે સુશ્કેલ છે એ પ્રમાણે રનવતીએ વિચાર કરી નગરની બહાર ચળકતા ચાર દ્વારવાળે, રંગ અને પ્રમાણ વિગેરેથી વર્ણન કરવા લાયક એવી જિનેશ્વરની પ્રતિમા એથી ભૂષિત, અત્યંત ઉંચે અને જગતના લોકોને આનંદદાયક અષ્ટાપદઅવત૨ નામને એક પ્રાસાદ મનુષ્યોની યાત્રાસિદ્ધિ માટે રાજા પાસે કરાવ્યો. કોઈ એક દિવસે આકાશમાં વિહાર કરનારા ઉત્તમ ચારણ સાધુઓ તે અષ્ટાપદમાં દેવને વંદન કરવાની ઈચ્છાવાળા નીચે ઉતર્યા. પ્રાણીઓને હિત કરનારા તે મુનિને મારા રાજાએ વિનયપૂર્વક નમસ્કાર કરી અવસર મળતાં હાથ જોડી પ્રશ્ન પૂછે કે-હે મુનીશ્વર ! વિશ્વમાં હમેશાં ઉન્નતિ કરનારા અને પરોપકાર કરનારા કયા ઉતમ પુરૂષે કારણે શિવાય રામશેખરના મંદિરમાં આશ્ચર્ય કરનારી અને આકાશમાગે ગમન કરવામાં અસાધારણ શકિતને પ્રગટ કરનારી ગૂટિક મને અર્પણ કરી. ?' આ પ્રશ્નના ઉત્તરમાં અતિ આશ્ચર્યકારક આનંદજનક અને યથાય એવું છે ભરતભ્રપતિ! તમારું ચરિત્ર મુનીશ્વરએ કહી સંભળાવ્યું તે સત્કારપૂર્વક અમારા રાજાએ સાંભળીને હે રાજેંદ્ર! ઝેરને દૂર કરનાર આ હાર આપને ભેટણા તરીકે આનંદપૂર્વક મોકલાવ્યો છે. તેથી હે જગતના