SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ ૨૧૯ રાજાનું આગમન થએલું જાણી ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલ રાજા જેટલામાં સાજન વિગેરે ક્રિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગા થએલા સઘળા સામતે અને જાણે હર્ષથી ઉલ્લાસ પામેલા સમુદ્રો ન હોય તેવા નગરના લોકેએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યો અને બહુમાનપૂર્વક કુશળવાર્તા પછી. આ પ્રમાણે આનંદેત્સવ થઈ રહ્યો છે તે વખતે અવસર પામી પવિત્ર વર્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કેહે દેવી! કયા કાર્ય માટે આટલા કાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે અમારા આનંદની વૃદ્ધિ માટે પ્રસન્ન થઈ અમને કહી સંભલા.” આ સાંભળી મારે આત્માના ગુણ ગ્રહણ કરવારૂપ પાપ કેમ કરવું જોઈએ? એમ વિચાર કરી લજજાવાળે રાજા જેટલામાં માન ધારણ કરે છે તેટલોમાં રાજાની આગળ ઉભેલા કોઈ એક રૂપવાન પુરૂષ પ્રધાન કાન્તિવાળે મોતીને હર રાજાને અર્પ કર્યો. એટલે રાજાએ પૂછયું કે તું કોણ છે? મને હાર આપવામાં શું કારણ છે? તે એકદમ પ્રગટપણે કહી દે.” આ પ્રમાણે આદેશ થતાં તે પુરૂષે જણાવ્યું કે હે મહારાજ !ગુણરૂપ લક્ષમીથી શોભનારા આ હારને અર્પણ કરવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરે.” એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું. સિંહલદ્વીપમાં રત્નપુરનામે નગરમાં પવિત્ર ગુણરૂપ રત્નને આધારભૂત રત્નપ્રભ નામે રાજા છે, અને તેને વિલાસ કરતી વિજયાએ કરી ઉજજવલ તેમજ વિકાશ પામતા શીલરૂપ રનને ધારણ કરનારી પાર્વતીના જેવી ર વતી નામે ભાર્યા છે. કોમળ હૃદયવાળી તેણીએ કેઈએક અવસરે હર્ષપૂર્વક ગુરૂમહારજ પાસે અષ્ટાપદ ઉપર દેવવંદન કરવાને મહિમા સાંભળી વિવેકરૂપ આમ્રવૃક્ષ પ્રત્યે મેના જેવી, નિંદ્રોને નમસ્કાર કરવાની ઈચ્છાવાળી અને દઢ નિશ્ચયવાળી રનવતીએ જ્યાં સુધી યાત્રા ન થાય ત્યાંસુધી ભોજનમાં સારભૂત ઘી વિગેરે વિગ નહી લેવા નિશ્ચય કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર વિદ્યાધરો અને દેવતાઓની ગતિ છે, પરંતુ ભૂમિચારી મનુ - બની ગતિ નથી, તેથી અંગીકાર કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થવી ધણી મુશ્કેલ છે, એમ અંતઃકરણમાં માનતી રાજવલ્લભા વારંવાર આ પ્રમાણે બેલવા લાગી કે આકાશમાં ગમન કરવાવાળા તે વિદ્યા અને દેવતાને ધન્ય છે કે, જેઓ હમેશાં તીર્થયાત્રાઓ કરી પોતાના આત્માને પવિત્ર કરે છે. તીર્થયાત્રા કર્યા સિવાય મારે આત્મા તે અમૃતાર્થ છે, એ પ્રમાણે નિરંતર વિચાર કરતી તે રાણી અત્યંત ખેદ કરવા લાગી, તે જોઈ રાજા પણ તેણીના દુઃખથી દુઃખી થયેલે આ પ્રમાણે વિચાર કરવા લાગે કે-હારી પ્રિયા રત્નાવતીની યાત્રાસિદ્ધિ કેવી રીતે થશે?એવી રાજાની
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy