________________
૨૧૪
માહગુણુવિવરણ ઉપજન કરેલું પુણ્ય સેકડો યથી પણ થઈ શકતું નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજયની ધુરા પુત્ર ઉપર મૂકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયે. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યોને જોઈ હૃદયની અંદર સંક્રમણ થએલા દુખથી દુઃખી થએલો તે કૃપાળુ રાજા મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે કે-હું પૂર્વે ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા અને અની શ્રેણથી વિલાસવાળી રાજ્યસંપતથી વૃદ્ધિ પામેલ આ લોકમાં નરપતિ થયે છું, છતાં અત્યંત દુઃખથી પીડાતા પ્રાણીઓનું રક્ષણ કરવા માટે હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે હારી ત્રણ વર્ગની લક્ષમી નિષ્ફળ જેવી જ છે. કારણ કે દુઃખથી પીડાતા પ્રાણીઓના દુઃખને દૂર કર્યા સિવાય માની પુરુષો સામ્રાજ્યના મહેટા વિલાને પણ નકામાં ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર સંચા પુરૂષથી પણ હલકાઈને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં બીલકુલ ગવ રહિત થયેલે તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પોતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરુષને છે. તેમજ ઊંચા સુવણની અને જેતિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જેવામાં આવી. તે જોતાં જ આશ્ચર્ય પામેલ અને નિર્મળ હૃદયવાળો રાજા વાસભુવનમાં સુતેલા પુરુષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એકદમ જાગી ઉઠેલે તે પુરુષ સંબ્રમથી ઊંચે આકાશમાં ઊડી તરતજ પાછો પડ્યો અને ભયભીત થયેલે ક્ષણવાર ઊભે રહ્યો. તે પછી પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરુષને પૂછયું કે “તું કેણ છે? કયાંથી આવે છે? હારૂં આચરણ આવું કેમ છે?” તેના ઉત્તરમાં તે સાહસિક પુરુષે જણાવ્યું કે- સ્વામિન્ ! કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાતુ દયા કરવા લાયક હું અનંગકેતુ નામને પુરુષ ગુટિકાની સિદ્ધિ થવાથી ઘણા વેગળા આકાશમાર્ગથી શ્રીપર્વત પ્રત્યે જતાં હે રાજન! બુદ્ધહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશા જોઈ ભાગને ખેદ દૂર કરવા માટે આ શયામાં વિશ્રામ લેતાં કેટલામાં હું નિદ્રાવશ થઉં છું તેટલામાં તમારું આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ” ત્યારબાદ નરપતિએ જીવને સુખ આપનારી વાણીને ઉચ્ચાર કર્યો કે-હે મહાભાગ્યશાળી ! તું નિશ્ચિત હદય