________________
चतुर्विंशगुणवर्णन.
વે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણુ પૈકી ત્રેવીશમા ગુણુની સમાપ્તિ કરી ક્રમથી પ્રાપ્ત થએલ “ વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃદ્ધોની પૂજા કરવારૂપ ' ચાવીશમા ગુણના વિવરણના પ્રારંભ કરે છે.
અનાચારને ત્યાગ કરવા અથવા સારી રીતે આચરણનું પાલન કરવું, તેને વ્રત કહે છે. તે વ્રતને વિષે રહેનારા હાય તેને વ્રતસ્થ કહે છે અર્થાત તે વ્રતમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુઓના નિશ્ચય કરવા તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેએ વૃદ્ધ—મોટા હાય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધેાની પૂજા કરનાર થવું જોઇએ. કહ્યું છે કેઃ—
तपः श्रुतधृतिध्यान — विवेकयमसंय्यमैः ।
ये वृद्धास्तेऽत्र शस्यन्ते, न पुनः पलिताङ्कुरैः | १|| શબ્દાથ—તપસ્યા, શાસ્ત્રની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અણુવ્રત કે મહાવ્રતરૂપ યમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધો છે તે આ લુકમાં વૃદ્ધ કહેવાય છે, પરંતુ પળીયાંના અંકુરાથી કાંઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧
ભાવાઃ:-વ્રતસ્થ સોનવૃધ્ધાની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વ્રતમાં રહેલા જ્ઞાનવત પુરૂષાની પૂજા કરવામાં આવી હોય તેા કલ્પવૃક્ષની પેઠે સારા ઉપદેશરૂપ ફળાથી સફળ છે અર્થાત્ ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કેઃ-નિર્દોષ ઉપદેશ હંમેશાં ધમ ને ધારણ કરનારાઓનું દશન અને ચેગ્ય રીતે વિનય એ સાધુની સેવાનું મેટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કેઃ-મહાન્ પુરૂષાની સેવાઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓના સંગ કરનાર પુરૂષના સંગ કરવા તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, ક્રોધરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુપુરૂષા છે, તે મહાન પુરૂષ! કહેવાય છે,