________________
શ્રાદ્ધગુણવિવરણ દેવ મંત્રીએ એક જ રત્ન આપેલું છે તેથી તેનું સુવર્ણ એકદમ કેવી રીતે થઈ શકે? રાજાએ કહ્યું કે-જે એમ છે તે તે રત્ન મને બતાવે. પછી મંત્રીએ રાજાને પત્રિકામાં લખેલે શ્લેક બતાવ્યું અને કુમારદેવ મંત્રીના આગમન વિગેરેને વૃત્તાંત કહી સંભળાવ્યો. એ વૃત્તાંતને જાણી યંતચંદ્ર રાજાએ કહ્યું કે-હે મંત્રી વિલાધર ! આ પત્રિકા તે વખતે મને કેમ ન બતાવી? જેથી આપણે તેઓની ઉપર માટી કૃપા કરત. પછી જયંતચંદ્ર રાજાએ અઢાર લાખ સુવર્ણ યાચક વગરને આપ્યું અને અઢાર લાખ સુવર્ણ લક્ષણુસેન રાજાને તથા અઢાર લાખ સુવર્ણ કુમારદેવ મંત્રીને મોકલી આપ્યું. પછી તે કાશીમાં ગયો. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણસેન રાજાએ કહ્યું કે હે મંત્રી ! આ સુવર્ણ શેનું આવ્યું ? કુમારદેવે કહ્યું કે-હે દેવી! તમને જયંતચંદ્ર રાજાએ દંડ તરીકે ભેટ મોકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયા અને સર્વ લોકોને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથી જ સ્વ અને પરના બળાબળને જાણનાર હેય એમ કહ્યું છે. - હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમાન પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળે હેવાથી ધર્મરૂપ કર્મને માટે અધિકારી થાય છે.