________________
त्रयोविंशतितमःगुणवर्णन.
હવે માર્ગોનુસારીના પાંત્રીશ ગુણ પૈકી બાવીશમાં ગુણનું વર્ણન પૂરું કરી ક્રમથી પ્રાપ્ત થયેલ “પિતાના અથવા પરના બળાબળને જાણવારૂપ” વેવીશમા ગુણના વિવરણને પ્રારંભ છે.
પિતાની અથવા બીજાની શક્તિને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેથી કરેલા સામને જાણતા અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણતે એ પુરૂષ ધર્મને ચગ્ય થાય છે. પિતાના અને બીજાના બેલાબલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળે આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળે આરંભ નિષ્ફળ છે.
स्थाने शमवतां शक्त्या, व्यायामे वृद्धिरङ्गिनाम् ।
अयथावलमारंभो, निदानं क्षयसम्पदः ॥ १ ॥ શબ્દાથ–શક્તિની ગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તે ઉપશમનવાળા પ્રાણીઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શક્તિનું ઉલ્લંઘન કરી જે આરંભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે.
ભાવાર્થ-અનુચિત કાર્યને આરંભ કરે, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન પુરુષની સાથે સ્પર્ધા કરવી અને સ્ત્રીજનનો વિશ્વાસ કરો એ ચારે મૃત્યુ ના દ્વાર છે. સવ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાનપૂર્વક કાર્ય આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણાવતી નગરીના અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તે જ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે.