SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Re _ _ _ Eસતા , -- द्वाविंशतितमः गुणवर्णन. હવે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ પૈકી એકવીશમા ગુણનું વર્ણન સમાપ્ત કરી કમથી પ્રાપ્ત થએલ “અદેશ અને અકાળ ચર્યાને ત્યાગ કરવારૂપ” બાવીશમા ગુણના વિવરણનો પ્રારંભ કરે છે. અદેશ અને અકાળ એટલે નિષેધ કરેલા દેશ તથા કાળને વિષે ચર્યા– ગમનને ત્યાગ કરનાર પુરુષ ગૃહસ્થધમને યોગ્ય થાય છે. નિષેધ કરેલા દેશ તથા કાળનું આચરગુ કરનાર પુરુષ રાજા અને ચાર વિગેરેથી અવશ્ય ઉપદ્રવને પ્રાપ્ત થાય છે. નિષિદ્ધ કરેલ દેશે નીચે પ્રમાણે છે – કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભંડારના મકાનમાં અને બીજાના અંતેઉરમાં જવું નહીં. ખરાબ રથાનમાં, સ્મશાનમાં, શૂન્ય સ્થાનમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય તેવા સ્થાનમાં, ધાન્યના ફોતરાં તથા સુકાં ઘાસથી વ્યાપ્ત થએલા સ્થાનમાં, ઉકરડાની જગ્યામાં, ઉખર ભૂમિમાં, બગીચામાં, નદીના કાંઠામાં, સભામાં, ચેતરામાં, રસ્તામાં અને ચેર, વેશ્યા તથા નટ વિગેરેના સ્થાનમાં બુદ્ધિમાન પુરુષ ગમન કરે નહીં, તથા કબડાની, ખરાબ મિત્રની અને રાજાના દૂતની સાથે ગોષી અને નિષિદ્ધ કરેલ કાળમાં ગમન કદિ પણ કરે નહીં. માર્ગમાં એકાકી ગમન કરવું નહીં અને જ્યારે સર્વ શયન કરે ત્યારે એકાકી જાગવું નહીં. કારણ રસ્તામાં એકલા ચાલવાથી અનર્થ અથવા તે મરણ થાય છે. નીતિને વિષે કહ્યું છે કે, “વખત વગરની ચય, અસદશની સાથે ગોષો અને કુમિત્રની સેવા કદિ પણ કરવી નહીં.” જુઓ કમળના વનમાં સુતેલા પક્ષીને ધનુષ્યથી છૂટા પડેલા બાણે માર્યું હતું. તે જ વૃત્તાંતને પ્રતિપાદન કરે છે – ૨૧
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy