________________
શ્રાદ્ધગુણવિવરણ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીર આભૂષણ છે અને કેવળ સત્ય જ બે વવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરુષ છે. પુરુષોનું આભૂષણ અતિઉત્તમ લક્ષમી છે. લક્ષમીનું આભૂષણ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે. તેમાં સર્વ દાનમાં અન્નનું દાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે ક-તીર્થકર જેવા લોકોત્તર પુરુષે પણ અન્નદાતાના હાથની નીચે પિતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણા ફળવાળું થાય છે. તેને માટે અન્ય દર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન્ ! અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત અન્નથી ધારણ કરાએલું છે.” ઇતિહાસ પુરાણમાં પણ કહેલું છે કે-“હે પુરુષ 8-રાજન્ ! સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરુષએ અન્નદા પુરુષને પ્રાણદાતા કહેલો છે.” પુરૂષશ્રેષ્ઠ વૈવસ્વત નામે રાજાએ સ્વર્ગલોકમાંથી ચવતા એવા તે કેસરીદેવજ રાજાને કરુણાથી કહ્યું કે, “હે રાજન ! કર્મભૂમિમાં જઈને ત્યારે બીજી વાર સ્વર્ગમાં આવ. વાની ઈચ્છા હોય તો તે અન્ન આપજે, અન્ન આપજે, અન્ન આપજે.” એમ પદ્મપુરાણમાં કહેલું છે. ત્યાં તે સુધન શ્રેષ્ઠીએ મુનિની પાસે શ્રાવકનાં બાર વતેને અંગીકાર, ત્રિકાળ જિનપૂજા, એકાંતર ઉપવાસ અને અતિથિને દાન આપ્યા પછી પારણું કરવું ઇત્યાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા. પછી ઘેર આવીને પોતાની ભાર્થીને પોતે ધર્મ અંગીકાર કર્યાનું જણાવ્યું. એવી રીતે બને સ્ત્રી પુરુષને પુણ્ય કાર્ય કરતાં અનુક્રમે કેટલાએક કાળે અંતરાયકમના ઉદ્દયથી પૂર્વનું દ્રવ્ય ક્ષીણ થઈ ગયું અને પોતે નિધન થઈ ગયો. આ અરસામાં સુધનને તેની ભાર્યાએ પ્રેરણા કરી કે-મહારા પિતાના ઘરથી દ્રવ્ય માંગી લાવી વેપાર કરે, પરંતુ એકી લેકેના ઉપહાસ્ય અને લજાજા વિગેરેના કારણેથી પોતાના સસરાના ઘેર જવાને ઇચ્છતો નથી તે પણ હમેશાં ભાર્યાની પ્રેરણાથી ઉદ્વેગ પામેલે સસરાના ઘર તરફ જવા નિકળ્યો. માર્ગમાં સાથવાનું ભાતું સાથે લીધું હતું. માર્ગમાં એક ઉપવાસ થયે, બીજે દિવસે બે પહેાર સુધી વિલંબ કરી ત્રીજા પહેરે એક મહિનાના ઉપવાસી સાધુને સાથે વહેરાવી તેણે પાણું કર્યું. ત્રીજે દિવસે વળી ઉપવાસ કર્યો અને ચેથા દિવસે સસરાના ઘેર આવી પહોંચે. સસરા વિગેરેએ તેને સત્કાર કર્યો, પરંતુ કાંઈ પણ દ્રવ્ય આપ્યું નહી, કારણ કે નિર્ધનતાને લઈ અનાદરતાને લાયક અને દ્રવ્ય પાછું મળવાની આશાના અભાવથી કોઈપણ આદર કરતું નથી. કહ્યું છે કે