________________
કરવારૂપ વશમા અને એકવીશમા ગુણનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી
હસ્થ ધામની યેચતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. - સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી કોઇવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થ નિષિદ્ધ દેશ અને કાળની ચર્ચામાં ઉતરવું ન જોઈએ. અને પિતાનામાં કેટલી શકિત છે, તેને વિચાર કરવું જોઈએ. જે દેશ, કાળ અને શક્તિને વિચાર કરવામાં ન આવે તે પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, તેથી તે વિષે “અદેશ અને અકાળ ચર્યાનો ત્યાગ કરવારૂપ અને “સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ ” બાવીશ અને ત્રેવીસમા ગુણનું ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણ– સનના મંત્રી કુમારદેવનું દષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે. - પ્રત્યેક ગૃહસ્થ વ્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરુષોની સેવા પૂજા કરવી જોઈએ અને પિતાને આશ્રયે રહેલા પષ્ય વગનું પોષણ કરવું જોઈએ. તે સિવાય ગૃહસ્થ ધર્મની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વતધારી અને જ્ઞાનવૃધોની પૂજા કરવારૂપ અને પોષ્ય વર્ગનું પોષણ કરવારૂપ” ચાવીશ તથા પચીસમા ગુણેની આવશ્યકતા દર્શાવી છે અને તે પ્રસંગે વતી, વૃધ અને પોષ્યજાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે..
વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થોની શંકા રાખવાની છે અને કાર્યાકાયના વિશેષ જ્ઞાનને મેળવવાનું છે. તેથી તેને માટે “લાંબે કાળે થનાર અનથોદિને વિચાર કરવારૂપ અને વિશેષ જાણુવારૂપ છવીશ અને સત્યાવીશમાં ગુણનું સ્વરૂપ દર્શાવેલું છે.
એ ગુણોના મહાગ્યને પ્રગટ કરવા ધનશ્રેષ્ઠી અને સુબુદ્િધમંત્રીનું રસિક દષ્ટાંત આપવામાં આવેલું છે.
પ્રત્યેક ગૃહસ્થ બીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઈએ. તેમ ન કરવાથી તે લેકેમાં કૃતન ગણાય છે, તેથી તેની તરફ લેકે માનદષ્ટિથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતજ્ઞ હોય છે, તે લોકપ્રિય થાય છે. અને લોકપ્રીતિ મેળવવામાં જ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ગ્રંથકારે “કૃતજ્ઞ અને લોકવા થવારૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણ સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કરણરાના ગુણ ઉપર વસંતપુરત જિતારિ રાજ અને લેકવલ્લભ પણના ગુણ ઉપર અભયકુમાર મંત્રીનું રસિક દષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણેનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે. - ગૃહસ્થ કૃતજ્ઞ અને લેકપ્રિય થયો હોય છતાં પણ જે તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળે ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા