________________
=
=
,
વર્ણવી બતાવ્યું છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણદેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે, જે મનન કરવા જેવું છે.
માંગલ્ય વેષથી બહાર સ્વરૂપવડે સુશોભિત દેખાતે ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તે તે ઉત્તમ ગણાતું નથી તેથી બુદ્ધિના આઠ. ગુણે મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે અને તે ઉપર, નારદ અને પિત નામના બે વિદ્યાર્થીઓનું સુબેધક ઉદાહરણ આપેલું છે,
બાહ્ય અને આંતર સ્વરૂપથી યુકત થયેલે ગૃહરથ જે સતત ધમશ્રવણ કરતું ન હોય તે તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી ધ. શ્રવણ કરવારૂપ” પંદરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ઠી અને સુદર્શન શ્રેષ્ઠીને દષ્ટા આપવામાં આવ્યા છે, જે ઉપરથી વાચક અને શ્રેતા-ઉભયના હૃદય ઉપર ધમશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે.
બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલે ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતો હાય પણ જે તે ધર્મના સાધનરૂપે અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમો પાળી શકતું ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “અજીર્ણમાં ભેજનનો ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ સેનમા તથા સત્તરમાં ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમ દર્શાવવામાં આવ્યા છે. | સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિનો સત્કાર કરે જઈએ, આ વાત સિદ્ધ કરવા માટે “ત્રવર્ગના સાધન કરવારૂપ અઢારમાં અને “અતિથિની ભક્તિ કરવારૂપ' ઓગણીશમાં ઉચ્ચ ગુણનું ગ્રંથકારે સપ્રમાણે વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિથિનું સ્વરૂપ એવાં ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનનપૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ઘરમાં પિષ્યવર્ગમાં કણ કણ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વત વાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારૂં સમજાવ્યું છે. અને અતિથિ.” સત્કાર વિષે પ્રતિષ્ઠાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનને સુબોધક પ્રબંધ આપેલ છે.
વૈભવસંપન્ન થયેલા ગૃહસ્થને ઘેર અનેક યોગ્ય અતિથિઓ આવે છે, તેમ નિરાશ્રિત આશ્રય લેવાને આવે છે, તેમજ તેની સલાહ લેવાને ઘણુ યોગ્ય પુરૂ આવે છે, તેથી મોટાઈના અભિમાનને લઈ તેનામાં મિથ્યાગ્રહ રાખવાને સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઈ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ.” અને “ગુણમાં પશુપાત