SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ ખ દેવતા હતા તે લ્હારા દેખતાં આ પાપી અને અધમ ગોઠી તારા મયિમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હેયક્ષ ! જે ત્યારે કોઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હેત તે આ પ્રમાણે તારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેના વચન સાંભળી કેપના આટાપથી વિક્રાળ થએલો યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી, એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેડી નાંખી, યશે લોઢાના મુદગરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગેઝિઆઓને ચૂણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલો તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથ્વીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લેકોને પહેલ્વેષણાપૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યું કે-જ્યાં સુધી અજુનમ ળીએ સાત મનુષ્યોને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહી. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રાહણીઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વર્તમાન સ્વામી પધાર્યા તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અર્જુન માળીના ભયથી તે ઉદ્યાનમાં કોઈ પણ પુરૂષ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા માટે જવાની ઈચ્છા કરતું નથી. આ તરફ તે નગરમાં અતિ શુદ્ધ સમ્યકત્વવાનું અને નિરભિમાની સુદર્શન નામે શ્રેણી રહેતો હતે. તે શ્રેષ્ઠી ભગવાન મહાવીરસ્વામીના વચનામૃતનું પાન કરવાની ઇચ્છાવાળે હતા, તેથી તે શ્રેષ્ઠીએ પિતાના માતાપિતાને ભાગવતને વંદન કરવા નિમિતે જવાની વિજ્ઞપ્તિ કરી; અર્થાત ત્યાં જવાની આજ્ઞા માંગી. પછી તેના માતા પિતાએ કહ્યું કે હે વત્સ ! હાલ તે માર્ગમાં જતાં તને અર્જુન માળીએ કરેલે મહાન ઉપસર્ગ થશે, તેથી હે વત્સ!આજે તું અહિં રહીને જ જિનનાયકને વંદન કર અને પૂર્વે શ્રવણ કરેલી ભગવાનની દેશનાની ભાવના ભાવ. પછી સુદશને પોતાના માતાપિતાને કહ્યું કે જગદ્ગુરુ મહાવીરસ્વામી અહિં આવે છતે તેમને વંદન કર્યા સિવાય ભાજન કરવું તે પણ યોગ્ય નથી. મને અજુનમાળીને કરેલે ઉપસર્ગ પણ નહીં થાય, કારણ કે જિનેશ્વરનું ધ્યાન કરનારાઓને કદિ પણ વિન્ને પ્રાપ્ત થતાં નથી. તેને માટે કહ્યું છે કે – उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विनवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥ ८ ॥ सव्वेताह पसस्था, समिणा सउणा गहाय नखत्ता। विउयण मंगलनिलयं, हिंयएण जिणं वहंतस्स ॥ ९॥
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy