________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૦૭ જાય છે, માટે તત્ત્વાદિકના જાણ એવા પંડિત પુરુષે હમેશાં અવ્યાબાધ અક્ષય એવા મોક્ષસુખની ઈચ્છા રાખે છે. પક્ષનું સુખ અવર્ણનીય છે, વચનાતીત છે, આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, એમ અનુભવ થાય છે જ્યારે વિભાવને મૂકીને એક ક્ષણવાર પણ આત્મામાં રમણતા થાય છે, ત્યારે તે જીવન દશાનું સુખ અહીંયાં પણ અનુભવાય છે, માટે વિભાવ એટલે પુદ્ગલ (વિષય) જન્ય સુખ તેવા સુખની કઈ પણ પ્રકારે ઈચ્છા દૂર કરી કર્મથી આચ્છાદિત થએલા આત્માના ગુણોને પ્રગટ કરવા માટે શાસ્ત્રોક્ત રીતિએ હમેશાં લક્ષ આપવું. તે પછી રોગ બ્રાહ્મણે શરીર અને અર્થની પીડાનું વૃત્તાંત કહ્યું કે
आपदर्थे धनं रक्षेदारान् रक्षेद्वनैरपि ।
आत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि ॥ १ ॥ શયદાથ–આપત્તિને માટે ધનનું, ધનથી સ્ત્રીઓનું અને ધન તથા ઝીઓથી આત્માનું નિરંતર રક્ષણ કરવું. તે ૧૮
ભાવાર્થ-વાર્થ ધનં રક્ષેત? ધર્મની સહાયથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે માણસ ધર્મ અને પિતાના કર્તવ્યને ભૂલી જાય છે. અને વિચાર કરે છે કે આવી જ રીતે ધનની પ્રાપ્તિ હમેશાં થયાં કરશે એમ કલ્પના કરી પ્રાપ્ત થયેલા ધનનો આંખ મીચીને વ્યય કરે છે. વખતે લેભને લઈને પ્રાપ્ત થએલું સઘળું ધન વ્યાપારમાં રોકી દે છે, તેનું પરિણામ એ આવે છે કે, પિતાનું મેળવેલું પણ ધન જતું રહે છે, અને પિતે આપત્તિમાં આવી પડે છે, તેથી આપત્તિમાં બચાવ માટે ધન કેવી રીતે વધારવું તથા તેની વ્યવસ્થા કેવી રીતે કરવી વિગેરે આ શાસ્ત્રકારે પોતે જ આગળ જણાવ્યું છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે ભવિષ્યકાલની આપત્તિને વિચાર કરી તેને માટે આવકમાંથી અમુક હિસ્સો અવશ્ય બચાવી રાખવો જોઈએ.
ક્વારા રક્ષેદ્રાણિ જે સ્ત્રી ઉપર આપત્તિ આવે તે તે વખતે ધનને વ્યય કરી સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. આ સંબંધમાં હાલમાં કેટલેક ઠેકાણે ગેરસમજને લઈને ઊલટે પ્રચાર ચાલે છે. એટલે કે જેઓને સરલતાથી કન્યા મળી શકે છે તેઓ પિતાની સ્ત્રી રોગાદિકથી પીડાતી હોય, તે પણ જેવી જોઈએ તેવી સારવાર કરવામાં શિથિલ બની ધનવ્યય કરવામાં કંજુસાઈ કરે છે, અને તેથી પિતાના પતિ તરફની બેદરકારી જોઈ રોગગ્રસ્ત સ્ત્રી હંમેશાં ચિંતાતુર બની જાય છે, અને તેની સમાધિ નાશ પામે છે, તેથી તેનો આ ભવ શ્વસુર પક્ષનો અનાદર જઈ બેદરૂપ