________________
યથાર્થ ગુહિણી શ્રાવિકાનું સ્વરૂપ પણ કહી બતાવ્યું છે. ઉત્તમ ગૃહિણી સંસારને શોભાવે છે અને અધમ અંગના ગૃહરાજ્યને છિન્નભિન્ન કરી નાખે છે. તે વિષય ચચી સાવિત્રી નામની એક હલકી સ્ત્રીનું સુબોધક દષ્ટાંત આપવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્રાવક સંસારના શિક્ષણરૂપે આ ત્રીજો ગુણ વર્ણવી એ વિષયને સમાપ્ત કરવામાં આવ્યો છે.
કદિ શ્રાવક ગૃહસ્થ સુજ્ઞ સ્ત્રીના યોગથી યુકત થયે હોય, પરંતુ જો પાપથી ડરતે ન હોય તે તે ન્ય ગણાતું નથી તેથી તે પછી “પાપભીરૂ નામના ચેથા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગુણના વિવેચનમાં જે પુરૂષ પાપભીરુ ન હોય તે તેને અનર્થના કારણરૂપ અનેક દુવ્યસને લાગુ પડે છે. એ વાત ગ્રંથકારે આ ગુણને અંગે દર્શાવી છે. તે પછી પાપભીરૂ ગૃહસ્થને કેવા લાભ થાય છે, તે વિષે કુશસ્થળ નગરના વિમા તથા સહદેવ નામના બે શ્રેણીકુમારનું દષ્ટાંત આપી એ ચોથા ગુણને સમાપ્ત કરવામાં આવ્યું છે.
કદિ ગૃહસ્થ પાપભીરુ હોય પણ જે પ્રસિદ્ધ દેશાચારથી ઊલટી રીતે વર્તે હોય તે તે ગૃહસ્થ ધામને 5 ગણતે નથી તેથી પ્રસિદ્ધ દેશાગ્રાર” નામના પાંચમા ગુણનું વર્ણન કરી બતાવવામાં આવ્યું છે. જેને હ લેક વિરુદ્ધ કે ધમ વિરુધ્ધ આચારને ત્યાગ કર જોઇએ. અન્યથા તે પુરૂષ લેકમાન્ય, યશસ્વી અને સિધ્યકાર્ય થઈ શકતું નથી. આ પ્રસંગે ગ્રંથકારે ગૃહસ્થને શિક્ષણ લેવા ગ્ય કેટલાએક લોકવિરુદ્ધ કાર્યો ગણાવી તેમાંથી દૂર રહેવા સારો ઉપદેશ આપેલ છે.
કદિ પ્રસિદ્ધ લોકાચાર પ્રમાણે વર્તતે હોય પણ જે તે ગૃહસ્થને પરનિંદા કરવાની કુટેવ હોય તે તે ઉપર કહેલ ગુણ નિષ્ફળ થઈ જાય છે, તેથી તે પછી
કેઈને અવર્ણવાદ ન બોલવા રૂપ” છઠ્ઠા ગુણને પ્રસંગ સંક્ષેપમાં વર્ણવી બતાવે છે. નીચ ગોત્ર કમ બાંધનારા એવાને આ ગુણના વિશેષ બેધ થવા માટે ગ્રંથકારે કોઈ એક વૃદ્ધ બ્રાહ્મણનું અસરકારક દષ્ટાંત આપેલું છે.
પ્રસિદ્ધ લેકચાર પ્રમાણે વર્તે અને પરનિંદા પરહરે છતાં પણ જે નઠારા ઘરમાં અને નઠારા પડોશમાં રહેનારા ગૃહસ્થ હોય તે તેને અનેક પ્રકારની હાનિ થાય છે, તે બાબતને “ગૃહસ્થ કેવા ઘરમાં અને કેવા પડોશમાં રહેવું જોઈએ તે વિષે સાતમાં ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ગિરનાર પર્વત પાસે આવેલા કુબેરપુરની અંબિકા નામની વિપ્રપત્નીનો દાખલો આપી નઠારા પડોશથી કેવી હાનિ થાય છે, એ સિદ્ધ કરી બતાવ્યું છે. આ જ પ્રસંગને પુષ્ટ કરવા માટે તે પછી આઠમા ગુણ તરીકે “સત્સંગ રાખવાને ” ઉપદેશ આપેલ છે. અને તેને માટે વીરપુર નગરના પ્રભાકર નામના એક વિપ્રકુમારનું હદયગ્રાહી દષ્ટાંત આપી ગ્રંથકર્તાએ સદુપદેશને ઘણો મધુર સ્વાદ ચખાડ્યો છે,