SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તાનુયાગના પ્રાચીન દષ્ટાંતરૂપ કથાનકો આપી એ આદ્ય ગુણુના દિવ્યુ પ્રભાવ સારી રીતે દર્શાવ્યેા છે. જેની અંદર ગૃહસ્થના જીવનને ઉજ્જળ અને યશસ્વી અનાવનારા દાનધર્મ વિષે પણ સારા ઇસારા કરવામાં આવ્યે છે. આ પ્રસ ંગે અન્યાયાપાર્જિત દ્રવ્યના પરિણામને દર્શાવનારૂં રકશ્રેષ્ઠીનું દૃષ્ટાંત ઘણું સુખાધક આપવામાં આવ્યું છે. અને તેને અંગે વ્યવહારશુધ્ધિનુ સ્વરૂપ, ન્યાયનિષ્ઠ વૃત્તિનું માહાત્મ્ય, દેવદ્રવ્યાકિના ભક્ષણથી થતી હાનિ, શુદ્ધ ઋવ્યવહારના પ્રકાર, લક્ષ્મીના ચેાગથી બુદ્ધિથી વિચિત્રતા, તે સમ`ધે ધનશ્રેષ્ઠીનુ દૃષ્ટાંત આપી ગ્રંથકારે પ્રથમ ગુણુ વિષે ઘણું રસિક વિવેચન કરેલ છે. ગૃહસ્થ ન્યાયાપાર્જિત વૈભવવાળા હાય પરંતુ જો તેનામાં શિષ્ટાચારના ગુણુ ન હાય તા તે ચેાન્ય કહેવાય નહિ તેથી તે પછી “ શિષ્ટાચારની પ્રશંસા કારૂપ” ખીજા ગુણૂ` વન આપવામાં આવ્યુ છે. આ ઉપયાગી ગુણુના વનમાં સદાચારના લક્ષણા આપવામાં આવ્યા છે કે જેની અંદર શ્રાવક ગૃહસ્થ લેાકાપવાદને ભય રાખવા, ગરીખ-નિરાશ્રિત લેાકેાના ન્યાત, જાત કે ધના ભેદ રાખ્યા વિના ઉદ્ધાર કરવા, ખીજાએ કરેલા ઉપકારની કદર કરવી, દાક્ષિણ્યતા રાખવી, કાઇની નિંદા કરવી નહિ, સત્પુરૂષોની પ્રશંસા કરવી, વિપત્તિમાં ધૈય રાખવુ', સોંપત્તિમાં નમ્ર થવું, પ્રસ ંગે થાડું ખેલવુ', કાઇ સાથે વિરોધ કરવા નહિ, અંગીકાર કરેલુ` કા` પૂરું કરવું, નકામા ખચ કરવા નહિ, હ ંમેશા ચેાગ્ય સ્થાને ક્રિયા કરવી, સારા કામ કરવાના આગ્રહ રાખવા, પ્રમાદ છેાડી દેવા, લેાકાચારને અનુસરવુ અને જમાના પ્રમાણે ચાલવું-આ પ્રમાણે શિષ્ટાચારના લક્ષણા ખતાવી તે ઉપર કૌશાંખી નગરીના ધમપાળ અને વસ્તુપાળ શ્રેણીનુ અસરકારક દૃષ્ટાંત આપી એ ખીજા ગુણના વનની સમાપ્તિ કરવામાં આવી છે. ગૃહસ્થ શિષ્ટાચાર પાળનારા હાય પણ જો તે વિવાહ સંબ ંધમાં ચારી બની જાય તે તેની કુલ વ્યવસ્થાના ભંગ થઇ જાય, તેથી તે પછી “સમાન કુલ તથા શીલવાલા અન્ય ગેાત્રી સાથે વિવાહ સંબધ જોડવાના ” ત્રીજો ગુણ આપવામાં આવ્યા છે. આ ગુણના વિવેચનમાં ધમ્મ અને અધ મળી આઠ પ્રકારના વિવાહનું વર્ણન આપી તે પ્રસ`ગે કુટ્ટીન કન્યાના લક્ષણા તથા વિવાહને ચેાગ્ય વયનું સ્વરૂપ પ્રતિપાદન કરી શ્રાવક ગૃહસ્થાવાસના ઉચ્ચ બધારણ સંબંધે સારા ઉલ્લેખ કરવામાં આવ્યે છે. સ્ત્રી અને પુરૂષની સમાનતાને લઈને ધમ, શાભા, કીત્તિ અને આ લાકના સર્વ સુખા પ્રાપ્ત થાય છે અને વિષમતાને લઈને કલહ, કલેશ પ્રમુખ દાષા ઉત્પન્ન થાય છે. આ વિષે ગ્રંથકારે સુભદ્રાનું દૃષ્ટાંત આપી તે દ્વેષના આછો ચિતાર આપેલા છે. આ પ્રસ ંગે શ્રાવક કુલની ઉત્તમ સ્થિતિ કેવા પુત્રાથી રહે છે, તે વાત દર્શાવવાને સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રાના લક્ષણા આપ્યા છે. જે ઉપરથી શ્રાવક સંસારમાં સ્રીપુત્રાદિક પરિવારની વ્યવસ્થા કેવી રાખવી જોઇએ, એ વાત સૂચવી તે સાથે અવિ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy