________________
શ્રાદ્ધગુણવિવરણ વિવરણ
૧૦૫ અથવા તે યુગાંતરમાં મરણ થાઓ; પરંતુ ધીર પુરુષો ન્યાય માગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી કે ૧૧ ઉપર પ્રમાણે વિચાર કરી રાગ બ્રાહ્મણ બેયે “હે વૈદ્યો ! હું બીજાં પણ પવિત્ર ઓષધથી રોગને ઉપાય ઈચ્છતું નથી તે વળી સર્વ લેક અને શાસથી નિંદિત અને ધમી પુરુષોને અયોગ્ય એવાં આ ઔષધેથી મારે શું પ્રયોજન છે?” વળી કહ્યું છે કે –
" मधे मांसे मधूनि च, नवनीते तक्रतो बहिर्जीता। उत्पद्यन्ते विपद्यन्ते, ससूक्ष्मा जन्तुराशयः ॥ १२ ॥ सप्तग्रामेषु यत्पापमनिना भस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात् ॥ १३ ॥ થો રાતિ મધુ રહે, મોહિતો વિષય
स याति नरकं घोरं, खादकैः सह लम्पटैः॥ १४ ॥" શબ્દાર્થ –મદિરા, માંસ, મધ અને છાશથી જુદા કરેલા માખણમાં સૂક્ષમ એવા જંતુને સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. ૧૨ અગ્નિથી સાત ગામ બળતાં જે પાપ થાય તેટલું પાપ મધના એક બિંદુના ભક્ષણથી થાય છે. ૧૩જે પુરુષ ધર્મની ઈચ્છાએ મેહિત થઈને શ્રાદ્ધમાં મધ આપે છે તે પુરુષ લેલુપ એવા ખાનારાઓની સાથે ઘેર નરકમાં પડે છે. જે ૧૪ ઈત્યાદિ રેગબ્રાહ્મણ વૈદ્યાને કહે છે, તે તે બંને વૈદ્યોએ રેગબ્રાહ્મણના સ્વજનેને તે બીના જણાવી દીધી અને તેઓએ રાજાને જણાવી. તેથી સ્વજન અને રાજાદિકે સમુદાય ભેગો થયો અને તે રેગદ્વિજને શાસંબંધી વાર્તાલાપવડે રમેને ઉપાય કરવામાં પ્રવૃત્તિ કરાવવા લાગ્યા. તે આ પ્રમાણે છે –
"शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीराच्छ्वते धर्मः पर्वतात्सलिलं यथा ॥ १५॥" શબ્દાર્થ –ધર્મ સહિત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, કારણ કે જે શરીરનું રક્ષણ કરવામાં ન આવે તે જેમ પર્વત ઉપરથી જળ ખરી જાય છે તે શરીરમાંથી ધર્મ ખરી જશે. જે ૧૫. ખરેખર શરીર ધર્મસાધનનું એક મુખ્ય કારણ ગણાય છે. વળી કહ્યું છે કે – ૧૪