________________
૩૬ વક્રાતિજીવિત
[૧-૧ભ સાહિત્ય શબ્દના સાચા અર્થને સહૃદયરૂપી ભ્રમની સમક્ષ રજૂ કરીએ છીએ.
આ ઉક્તિ ગવડભરી છે, પણ એ ગર્વ સકારણ છે, કારણ, અહીં સાહિત્યની જે સમજૂતી આપી છે તેવી બીજા કેઈ આચાર્યો એ પહેલાં આપી નહતી અને છતાં સાહિત્ય શબ્દ તે વપરાતો આવ્યો જ હતો.
એ પછી કુંતક શબ્દ અને અર્થના સાહિત્યની સમજૂતી આ પ્રમાણે આપે છે –
૧૭
સૌદર્ય સિદ્ધ કરવા માટે શબ્દ અને અર્થ એ બંનેની, બેમાંથી કેાઈ બીજા કરતાં ચડિયાતું પણ ન હોય તેમ ઊતરતું પણ ન હય, જેમાં બંને એકબીજાની સ્પર્ધા કરતા હોય એ કારણે મને હર એવી કઈ અલૌકિક એટલે કે ચિત્તમાં ચમત્કાર પેદા કરે એવી વિન્યાસભંગિ –ાઠવણી તે સાહિત્ય.
અહીં કેઈ એ વાંધો ઉઠાવે કે એવું સામ્ય તે બંને દેષયુક્ત હોય તે સંભવે, તેનું શું ? તે કે એટલા માટે તે કહ્યું છે કે એ ગોઠવણ સૌંદર્ય સિદ્ધ કરે એવી જોઈએ (મા-રાતિ પ્રતિ). શોભા કહેતાં સૌંદર્ય, તેનાથી જે વખણાય, શોભે તે શોભાશાલી. તેને ભાવ તે શાશાલિતા. તે સિદ્ધ કરવા માટે (તાં તિ) એટલે શોભાશાલિતા સિદ્ધ કરવા માટે (ઉપગી થઈ પડે એવી). અને એવી વિન્યાસભંગિ સહદને આનંદ આપનારી જ હોય. એમાં પરસ્પર સ્પર્ધા કરતા હોય એ રીતે (શબ્દ અને અર્થની) જના એટલે કે પરસ્પરના સામ્યને લીધે સુંદર એવી જે ગોઠવણ તેનું નામ સાહિત્ય. અહીં એટલે કે કાવ્યમાં શબ્દનું બીજા શબ્દની સાથે અને અર્થનું બીજા અર્થની સાથે સાહિત્ય અભિપ્રેત છે. કાવ્યની વ્યાખ્યા વાક્યમાં પૂરી થાય છે અર્થાત્ કાવ્ય પૂરું વાક્ય જ હોય છે એવું અમે (સાતમી કારિકામાં) કહી જ ગયા છીએ.
એને અર્થ એ છે કે અનેક શબ્દો અને અનેક અર્થો ભેગા મળીને